Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠા જિલ્લા પંચાયત ખાતે ધરણા પર બેસતા પહેલા ધારાસભ્ય કોટવાલની અટકાયત

સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા જીલ્લા વિકાસ અધિકારીએ સાબરકાંઠા જિલ્લાના અંદાજે ૧૦૫ જેટલા ગ્રામ પંચાયતના તલાટીઓની બદલી મામલે ખેડબ્રહ્મા, વિજયનગરના ધારાસભ્ય અને વિધાનસભા કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલે આજ રોજ સાબરકાંઠા જિલ્લા પંચાયત બહાર ધરણા કાર્યક્રમ યોજ્યો હતો પરંતુ ધરણા પહેલાં જ પોલીસે ધારાસભ્ય અશ્વિન કોટવાલ સહિત તેમના સમર્થનમાં આવેલ ૧૨ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. આ મામલે ધારાસભ્ય અશ્વિન કોટવાલે જણાવ્યું હતું કે તાજેતરમાં તલાટીઓ સહિત કર્મચારીઓની બદલી કરવામાં આવી છે તે રાજકીય દબાણ હોવાથી બદલી કરવામાં આવી છે. તમામ બદલીની અરજી મંગાવી ઝીણવટપૂર્વક તપાસ કરી તમામ કર્મચારીઓને ન્યાય આપવાની માંગ સાથે ધારાસભ્ય અશ્વિન કોટવાલ અન્ન જળ વિના ઉપવાસ પર ઉતર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય અશ્વિન કોટવાલે મંજૂરી વિના ધરણા કાર્યક્રમ યોજતા પોલીસે ધરણા પહેલાં જ અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય અશ્વિન કોટવાલની અટકાયતને લઈ ૫૦ જેટલી પોલીસ ખડકી દેવામાં આવી હતી. ધારાસભ્ય કોટવાલે જણાવ્યું હતું કે આ સપ્તાહમાં જો આ ઘટનાને લઇ ન્યાય નહીં મળે તો આવતા સોમવારે ધરણા કાર્યક્રમ અનોખી રીતે કરવામાં આવે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

દસ્ક્રોઇની જમીનોનો કબ્જો લેવાની સરકારને લીલીઝંડી

aapnugujarat

વાદળછાયુ વાતાવરણ વચ્ચે અમદાવાદમાં પારો ૪૧ હશે

aapnugujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 68મા જન્મ દિવસે 68 વૃક્ષ ઉછેરનો સંકલ્પ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1