Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગર પાસે નવા ગ્રામ પંચાયત ખાતે ૨૦ લાખના વિકાસ કામોનું ખાતમુહુર્ત કરાયું

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલ અને હિંમતનગર શહેરને અડીને આવેલ નવા ગ્રામ પંચાયતમાં રૂપિયા ૨૦ લાખના વિકાસ કામોનું સાબરકાંઠા અરવલ્લી સાંસદ દીપ સિંહ રાઠોડ અને હિંમતનગર તાલુકાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાના ભરત હસ્તે વિકાસના કામોનું શુભ ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ હિંમતનગર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ લાલસિંહ ઝાલાના અથાગ પ્રયત્નોથી વિકાસના કાર્યો મંજુર કરાવવા મહત્વનું યોગદાન રહ્યું છે ત્યારે નવા ગ્રહ ગ્રામ પંચાયતમાં કોમ્યુનિટી હોલ પાંચ લાખ, શક્તિ માતાજીના મંદિરે બ્લોક નાંખવાની કામગીરી ચાર લાખ, પ્રોટેક્શન દિવાલ એક લાખ, પ્રાથમિક શાળામાં ઝાડના ફરતે ઓટલા એક લાખ, દલિત સમાજનું સ્મશાન દોઢ લાખ, એઇડી ટાવર સાત લાખ પચાસ હજાર કુલ રૂપિયા ૨૦ લાખના વિકાસ કાર્યોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
નવા ગ્રામ પંચાયતના તલાટી મંત્રી હર્ષવર્ધનસિંહ કુંપાવત તેમજ નવા ગ્રામ પંચાયતના સરપંચ મૌનિષસિંહ ચૌહાણ તેમજ પંચાયતના સદસ્ય આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા,હિંમતનગર)

Related posts

अहमदाबादः सप्ताह में जलजनित बिमारियों के ५३० केस दर्ज

aapnugujarat

અમદાવાદ યુનિવર્સિટી ખાતે મેકર ફેસ્ટ-૨૦૧૮નો પ્રારંભ

aapnugujarat

વડાપ્રધાનના જન્મ દિવસ નિમિતે અમદાવાદ જિલ્લામાં ૪૦ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1