Aapnu Gujarat
ગુજરાત

પાવીજેતપુર ગ્રામ પંચાયત વતી કબ્રસ્તાનમાં પેવરબ્લોકની કામગીરીની શરૂઆત

છોટાઉદેપુર આદિવાસી જિલ્લાના જેતપુર પાવી ગ્રામ પંચાયત દ્વારા દિન પ્રતિદિન નવા નવા વિકાસના કામોની શરૂઆત કરવામાં આવી છે. જેતપુર પાવી ગ્રામ પંચાયત દ્વારા જેતપુર ગામના કબ્રસ્તાનમાં પેવરબ્લોકનાં કામની શરૂઆત કરવામાં આવી હતી.
છેલ્લાં ઘણાં વર્ષોથી જેતપુર કબ્રસ્તાનમાં કોઇપણ જાતનો વિકાસ અગાઉના સમયમાં થયો ન હતો. જેતપુર ગ્રામ પંચાયત દ્વારા છેલ્લાં બે વર્ષમાં કબ્રસ્તાનમાં બે તબક્કામાં અંદાજીત ૧૦ લાખના ખર્ચે કપાઉન્ડ વોલનું કામ પૂર્ણ કરી હાલમાં અંદાજીત ૯ થી ૧૦ લાખ જેટલા માતબર ખર્ચે પેવરબ્લોક અને કરબિંગના કામની શરૂઆત કરવામાં આવી છે.
સરપંચ મોન્ટુ શાહના જણાવ્યા મુજબ પુરા કબ્રસ્તાનમાં કબ્રસ્તાનના વહીવટકર્તા અને આમ જનતાની જરૂરિયાત મુજબ પેવરબ્લોક નાંખવામાં આવ્યાં છે. આગામી ૧૦ દિવસમાં કામ પૂર્ણ કરવામાં આવશે. આ સિવાય જેતપુર ગામના બાકી તમામ વિસ્તારો, ફળિયા, જાહેર રસ્તાઓ અને જાહેર જગ્યાઓ પર પેવરબ્લોક નાંખવાના નિર્ધાર સાથે ત્રણ ટીમો સાથે પુરજોશમાં કામગીરી હાથે ધરવામાં આવી છે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

રાહુલ ગાંધી ૧૫મી એપ્રિલ ઉપરાંત ૧૯મીએ પણ ગુજરાત આવશે

aapnugujarat

વીજ કંપનીની બેદરકારીનો ભોગ બન્યો ખેડૂત, ૭ વીઘા શેરડી બળીને ખાખ

aapnugujarat

25 વર્ષ બાદ ગુજરાતના દરિયાકાંઠે લાગ્યું 10 નંબરનું સિગ્નલ

editor

Leave a Comment

UA-96247877-1