Aapnu Gujarat
Uncategorized

ભાવનગરજિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદે ખનિજવહન પર કાર્યવાહી હાથ ધરાઈ

ભાવનગર જિલ્લામાં સાદી રેતી, બ્લેકટ્રેપ વગેરે જેવી ગેરકાયદે ખનિજ વહન પ્રવૃત્તિ પર પ્રાંત અઘિકારીઓ/ મામલતદાર દ્વારા રાત્રિ તેમજ દિવસ દરમ્યાન થતી ખનીજ ચોરીને અટકાવવા સ્પેશ્યલ ડ્રાઇવ ચલાવી ખનીજ ચોરી થતી અટકાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ડમ્પર, ટ્રક સહિતના વાહનો મળી ૨.૩૬ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ ખાણ-ખનિજ વિભાગ દ્વારા કુલ ૨૦.૯૨ લાખની દંડનીય રકમની વસુલાત કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી સિહોર, મહુવા તથા આસીસ્ટન્ટ કલેકટર, ભાવનગર તેમજ તેમની સમગ્ર ટીમ તથા મામલતદાર સિહોર, મહુવા, ઉમરાળા, વલ્લભીપુર, ભાવનગર શહેર તેમજ તેમની ટીમ દ્વારા જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં ગેરકાયદે ખનિજ વહન પ્રવૃત્તિ અંગે કાર્યવાહી હાથ ધરાઇ હતી જેમાં રોયલ્ટી પાસ વિના ખનિજ વહન કરતાં ૭ ડમ્પરો, ૭ ટ્રક સીઝ કરાયા હતા અને ૨.૩૬ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કુલ ૨૦.૯૨ લાખ જેટલી દંડનીય રકમની વસુલાત કરવામાં આવી હતી. મધ્ય રાત્રિએ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ ઓચિંતી કામગીરીથી ખનિજ ચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ગેરકાયદેસર ખનિજ વહનની પ્રવૃતિથી સરકારની રોયલ્ટીની આવકને નુકસાન થઇ રહ્યું છે. આ સંજોગોમાં સરકારની રોયલ્ટીની રકમની નુકસાની ન થાય તેમજ ગેરકાયદે ખનિજ વહનની પ્રવૃતિને ડામવા આગામી સમયમાં ૫ણ આ સ્પેશ્યલ ડ્રાઇવ શરૂ રહેશે તેમ જિલ્લા કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું છે.
(તસવીર / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)

Related posts

કાંકરેજનાં ભદ્રવાડીથી સાકરીયા સુધીના બિસ્માર રસ્તાથી સ્થાનિક પરેશાન

aapnugujarat

विरोध प्रदर्शनों के दौरान हिंसा से लोकतंत्र कमजोर होता है : राष्ट्रपति

aapnugujarat

સોમનાથ ખાતે રન ફોર યુનિટીને લીલીઝંડી આપી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1