Aapnu Gujarat
Uncategorized

તીર્થધામ તુલસીશ્યામમાં પૂજ્ય મોરારીબાપુ દ્વારા ૮૪૮મી રામકથા

અખિલ બ્રહ્માંડના અધિપતિ ભગવાનશ્રી શ્યામ જ્યાં બિરાજમાન છે, જેની સન્મુખ ડુંગર ઉપર મા રુક્ષમણિમાનાં બેસણાં છે તેવાં સોરઠનાં પ્રસિદ્ધ તીર્થધામ – તુલસીશ્યામ ધામમાં રુક્ષમણિમાંના ડુંગર ઉપર પૂજ્ય મોરારીબાપુની રામકથાનું મંગલ ગાન ૨૬/૦૯/૨૦૨૦ને શનિવારે સવારે ૯ઃ૩૦થી આરંભાશે. “સનાતન ધર્મ સંસ્કૃતિમાં જેનું વિશેષ મહાત્મ્ય છે, એવા પુરુષોત્તમ માસના પાવન દિવસોમાં, શ્યામધામ સમાન પરમ તીર્થ ખાતે પૂજ્ય બાપુ દ્વારા રઘુનાથ ગાથાનાં સુમંગલ ગાન શ્રવણનો લાભ શ્રોતાઓને આસ્થા ટીવીનાં તેમજ ચિત્રકુટધામ તલગાજરડાનાં યુ-ટ્યૂબનાં માધ્યમથી મળશે. પૂજ્ય બાપુ દ્વારા તુલસીશ્યામ ખાતેની આ બીજી રામકથા યોજાઇ રહી છે. પ્રકૃતિ જ્યાં સોળે કળાએ ખીલી છે, લીલી વનરાઇનાં પર્ણોનાં સંગીતથી જયાં શ્યામની ઝાલરૂં વાગે છે, મોરલા અને કોયલના ટહુકાથી જયાં શ્યામની આરતી ગવાઈ છે, ડાલા મથ્થાસિંહનીં ડણકુંના નગારે ઘા થઇને જ્યાં ભગવાન શ્યામસુંદરની આરતી ઉતરે છે એવા તુલસીશ્યામ તીર્થધામમાં પરમ પૂજ્ય બાપૂની શ્રોતા વગરની રામકથાનો લાભ લેવા સંસ્થાના સંચાલક પ્રતાપભાઇ વરુએ સહુ ભાવિકો – કથા પ્રેમીઓને પ્રાર્થના સાથે વિનંતી કરી છે કે આ શ્રોતા વગરની સપ્તાહ છે. કોરોનાનાં કારણે તુલસીશ્યામ મંદિર સંપૂર્ણ બંધ છે,તો સૌએ આસ્થા ચેનલ અથવા યુટ્યૂબ પર શ્રવણ લાભ લેવો.
(તસવીર / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)

Related posts

સુત્રાપાડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે કેમ્પનુ આયોજન

editor

ભારતીય બનાવટની ૨૧,૬૦,૦૦૦/ જાલીનોટો સાથે આરોપીને પકડી પાડતું ગિરસોમનાથ એસ.ઓ.જી.

aapnugujarat

વડોદરા જિલ્લાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સમાવેશ માટે અરજીઓ મોકલી આપો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1