Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ માંડલ તાલુકામાં આઇસીડીએસ વિભાગ દ્વારા પોષણ માસની ઉજવણી

‘‘સહી પોષણ દેશ રોશન’’ જ્યારે પૂરતું પોષણ મળશે ત્યારે જ દેશમાં બાળકો, કિશોરીઓ, સગર્ભા, ધાત્રી માતામાંથી કુપોષણ દૂર થશે ત્યારે જ તંદુરસ્ત જીવન થશે અને આના માટે આઇ.સી.ડી.એસ શાખા અમદાવાદ દ્વારા અવારનવાર કુપોષણ નાબૂદ કરવા માટે નવા નવા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવતા હોય છે. તાલુકા લેવલે પણ કુપોષણ નાબૂદી માટે કામગીરી કરવામાં આવી રહી છે. દર વર્ષ ૧ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે. આ કોરોનાની મહામારીમાં પણ પોષણ માસને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. કોરોના વાયરસથી બચવા માટે સ્વચ્છ અને પૌષ્ટિક ખોરાક લેવો તે ખૂબ જ જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલ સૂત્ર “સહી પોષણ દેશ રોશન”ના ધ્યેય ને ધ્યાને લઇ ગુજરાતમાં કુપોષણ બાળ મૃત્યુદર, માતા મૃત્યુદર જેવી બાબતોને ઘટાડવા માટે આપણા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ડીડીઓ અરૂણ મહેશ બાબુ, પીઓ આઇસીડીએસ નરેન્દ્રસિંહ રાઠોડ, સીડીપીઓ માંડલ ,વિરમગામ મીતાબેન જાની , એમ.એસ બહેનો ,એન.એન.એમ સ્ટાફ , આંગણવાડી કાર્યકર હેલ્પર બહેનો આ માસની ઉજવણી ને ખૂબ જ સારું પ્રોત્સાહન આપી રહ્યા છે. જે અંતર્ગત મહિલા અને બાળ વિકાસ માંડલ ,વિરમગામ માં પોષણ શપથ , પોષણ સલાડ ,પોષણ તોરણ ,પૌષ્ટિક વાનગી સ્પર્ધા વગેરે કામગીરી સીડીપીઓ મીતાબેન જાનીના માર્ગદર્શન હેઠળ ખૂબ સારી રીતે કરવામાં આવી રહી છે. સૌ ભેગા મળીને સોશ્યલ ડિસ્ટન્સિંગ ના પાલન સાથે માસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી રહ્યા છે. પૂર્ણા શક્તિ, બાલ શક્તિ,માતૃશક્તિ માંથી ગુલાબજાંબુ , કેક , ઢોકળા,લાડુ વગેરે જેવી પૌષ્ટિક વાનગીઓ બનાવી ને કુપોષિત બાળકોના પોષણ ના સ્તરને સુધારવા માટે અનેરા પ્રયત્નો થઈ રહ્યા છે. કિશોરીઓ વેસ્ટ વસ્તુઓ માંથી ઉપયોગ માં લઇ શકાય તેવી અવનવી વસ્તુઓ અને પોષણ ના સંદેશાઓ લખીને તોરણ બનાવી ઘરે ઘરે કુપોષણ દૂર કરવા માટે પ્રયત્નો કરી રહી છે. તેમજ આંગણવાડીઓ પર ખૂબ જ સુંદર રીતે ફ્રૂટ ,શાકભાજી , કઠોળ ,લીલી ભાજી નો ઉપયોગ કરીને પોષણ સલાડ બનાવીને તેમાંથી મળતા ભરપૂર વિટામિન્સ અને ફાઇબર વિશે સગર્ભા ,ધાત્રી ,કિશોરીઓ ને આંગણવાડી વર્કર બહેનો દ્વારા સલાહ સૂચનો આપવામાં આવી રહ્યા છે.
(તસવીર / અહેવાલ :- વંદના નીલકંઠ વાસુકિયા, વિરમગામ)

Related posts

લાડોલ હરસિદ્ધ માતાના ચરણોમાં બે કરોડ મંત્ર જાપ કરાયા

editor

અંજલિથી ભઠ્ઠા તરફનો રસ્તો ભારે વાહન માટે બંધ થશે

aapnugujarat

विभिन्न योजना का लाभ पहुंचाने के लिए मोबाइल एप का शुभारंभ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1