Aapnu Gujarat
ગુજરાત

શહેરા તાલુકાના ૩૪૨ વિદ્યાર્થીઓને શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષાના પ્રમાણપત્રોનું વિતરણ

રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા લેવાયેલ શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા વર્ષ ૨૦૧૯માં શહેરા તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ૨૯૦ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને માધ્યમિક શાળાના ૫૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શહેરા તાલુકાના શિક્ષકો દ્વારા કોવિડ – ૧૯ની ગાઈડલાઈન મુજબ સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખી, માસ્ક પહેરીને સેનીટાઈઝટરનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓના ઘરે જઈ પ્રાથમિક – માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓને રૂબરૂ પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા છે. આગામી વર્ષમાં વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લઈ શિષ્યવૃતિ મેળવે તે મુજબનું આયોજન સમગ્ર શિક્ષા અભિયાન શહેરા દ્વારા કરવામાં આવ્યું છે. શહેરા તાલુકાના તમામ બાળકોને આ કોરોના મહામારીના સમયે સુરક્ષા, ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ મળે અને કોમ્પટીશન પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે બીઆરસીકોઓર્ડીનેટર શહેરા ડૉ. કલ્પેશ પરમાર અને તેમની સમગ્ર શિક્ષા અભિયાન ટીમ અને શહેરા શિક્ષણ પરિવાર પ્રયત્નશીલ રહે છે.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

બોટાદ પોલીસ તથા સુવર્ણ કાર સુરક્ષા સેતુ દ્વારા વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો

editor

स्मार्टसिटी के साथ जुड़े प्रोजेक्ट १५ महीने बाद भी अधूरे

aapnugujarat

Cyclone ‘Vayu’ no more a threat, nearly 2.75 lac people to return their homes : CM Rupani

aapnugujarat

Leave a Comment

UA-96247877-1