Aapnu Gujarat
Uncategorized

કાંકરેજનાં ભદ્રવાડીથી સાકરીયા સુધીના બિસ્માર રસ્તાથી સ્થાનિક પરેશાન

રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક વિસ્તારમાં માર્ગો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવામાં આવે છે અને અનેક માર્ગો પણ બન્યા છે ત્યારે સરકાર ગતિશીલ ગુજરાતની વાતો કરે છે પણ આજેય બનાસકાંઠા જીલ્લાના અનેક ગામ એવા છે કે જ્યાં વિકાસની માત્ર ને માત્ર વાતો જ થાય છે ત્યારે કાંકરેજના ભદ્રવાડી-સાકરીયા માર્ગ આઝાદીના સમયથી બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગામ લોકોને ઘણીવાર પાટણ, હારીજ, ચાણસ્મા જેવી વગેરે મોટી સીટી તરફ જવા માટે આ કાચા અને બિસ્માર માર્ગના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને મોટો પ્રશ્ન એ છે કે, કોઇ દર્દીને પાટણ હોસ્પિટલમાં ઇમરજન્સી સારવાર માટે લઇ જવા હોય ત્યારે લઇ જઇ શકાતા નથી. આ માર્ગ બને તો હોસ્પિટલોનો મોટો ફાયદો ગામ લોકોને મળે એમ છે. બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના ભદ્રવાડી ગામથી સાકરિયા તરફ જતો માર્ગ અંદાજીત ૫ કિમી અંતરનો માર્ગ છે. વર્ષોથી આ માર્ગ કાચો હોવાના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઇ ગયા છે. વર્તમાન સરકાર દ્વારા યોગ્ય ધોરણે માર્ગ બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
ગામ લોકો અને જાગૃત આગેવાનો દ્વારા અનેક વખત રજૂઆત કરાઈ છે અનેક ઠરાવો કર્યા છે પણ રજૂઆતને સાંભળવામાં આવતી નથી. રાજકીય કિન્નાખોરીના કારણે માર્ગ બનતો જ નથી અને આઝાદીના વર્ષો વીતી ગયા છે અને સરકાર વિકાસની વાતો કરે છે. દરેક ગામ પાકા રસ્તા હોવાની વાતો કરી રહી છે, ગામ લોકો દ્વારા આગાઉ પોતાના ખર્ચે સામાન્ય ચાલવા માટે માર્ગ બનાવ્યો હતો પરતું ૨૦૧૭માં બનાસકાંઠા જીલ્લામાં આવેલ ભયાનક પુરના કારણે આ કાચો રસ્તો ધોવાઇ ગયો હતો. આ કાચા રસ્તા માટે ગામ લોકો દ્વારા સરકાર અને સ્થાનિક ધારાસભ્યને લેખિત અને મૌખિંક અનેક રજૂઆત કરી છે પરંતુ આ રજૂઆત હજુ સુધી ધ્યાનમાં લેવામાં આવી નથી તેમજ સાકરિયા ગામમાંથી વિધાર્થીઓ ભદ્રેવાડી પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં અભ્યાસ માટે આવતા હોય છે ત્યારે ચોમાસાની સિઝનમાં માર્ગ પર પાણી ભરાતા વિદ્યાર્થીઓને પણ હાલાકી ભોગવવી પડે છે.
(તસવીર / અહેવાલ :- મોહંમદ ઉકાણી, બનાસકાંઠા)

Related posts

ઉનાના સમુદ્ર કિનારે મોટાપાયે ચાલતું રેતી ચોરીનું કૌભાંડ

aapnugujarat

કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગી શકે છે – ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ બીજેપી જાડાય તેવી શક્યતા

aapnugujarat

टाटा पावर नई इकाई का गठन करेगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1