Aapnu Gujarat
ગુજરાત

થરા નેશનલ – હાઈવે ૨૭ પર લોડિંગ રિક્ષાએ મારી પલટી

થરા નેશનલ હાઈવે-૨૭ના સર્વિસ રોડ પર એક લોડિંગ રીક્ષાનો અકસ્માત સર્જાયો હતો. રીક્ષાચાલકને બચાવવા સ્થાનિકો ભેગા થઈ ગયા હતાં. ડ્રાઈવરને નાની – મોટી ઈજા થવા પામી છે. આ સર્વિસ રોડની હાલત એટલી બધી બિસ્માર છે કે લગભગ આખો રોડ જ તૂટી જવા પામ્યો છે અને ઠેરઠેર ખાડા પડી ગયા છે. હજુય પણ અહીંથી વરસાદી પાણી ઓસર્યું નથી. ઉલ્લેખનીય છે કે, કાંકરેજમાં એકમાત્ર થરા નગરપાલિકા હોવા છતાં વિકાસ કંઇ દેખાતો જ નથી ત્યારે વાત કરવામાં આવે તો થરા શહેરમાં ઠેર ઠેર સર્વિસ રોડ પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે. વરસાદી પાણી ભરાવાના કારણે વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે.


(તસવીર / વિડિયો / અહેવાલ : મહોમ્મદ ઉકાણી, કાંકરેજ)

Related posts

છોટાઉદેપુર જિલ્લામાં ફેણાંય માતા રેવાખંડ જૈવસૃષ્ટિ મંડળ દ્વારા ‘‘વન જીવન સંદેશ યાત્રા’’નું આયોજન

aapnugujarat

હિંમતનગરના નવાનગર ખાતે નાયબ મુખ્યમંત્રીના હસ્તે સિંચાઇ કાર્યોનું લોકાર્પણ

aapnugujarat

સરદારનગર વિસ્તારમાં ચેઈનસ્નેચિંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1