Aapnu Gujarat
ગુજરાત

પંચમહાલ સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઇન છેતરપિંડી કરી નાણાં પડાવતા શખ્સને ઝડપ્યો

હાલોલ શહેરના કંજરી રોડ પર રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા શખ્સની જાણ બહાર કોઈક ભેજાબાજ દ્વારા તેના નામે એકસિસ બેંકમાંથી ૫,૬૨,૪૩૧ રૂપિયાની પર્સનલ લોન લઈ તેના ખાતામાં જમા ૭૭૦૦/-રૂ સહિત કુલ ૫,૭૦,૪૩૧/- અલગ અલગ ખાતાઓમાં જમા કરી ઉપાડી લીધેલ જે અંગેની જાણ ખાતેદારને બેંકના કસ્ટમર કેરમાં ફોન કરતા થયેલ હતી, જેથી તેઓ દ્વારા હાલોલ ટાઉન પોલીસ સ્ટેશને અરજી આપવામાં આવેલ હતી, જેની તપાસ ગોધરા સાયબર સેલ દ્વારા કરવામાં આવતા અમદાવાદ ખાતે રહેતા અને મુળ ઝારખંડના ભેજાબાજ દ્વારા ઓનલાઈન પૈસા તેના અને તેના મળતીયાઓના જુદા જુદા ખાતાઓમાં જમા કરી એટીએમ કેશ વિડ્રોલ કરવામાં આવ્યા હતા જેથી તેને પોલીસ દ્વારા ઝડપી પાડી તેના મળતીયાઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલ હતી.
પ્રાપ્ત થયેલ માહિતી મુજબ હાલોલ કંજરી રોડ પર આવેલ ઉમા સોસાયટીમાં રહેતા રાજેશ મનુભાઈ પ્રજાપતિ મુળ રહે. વઘાસી તા.જી આણંદ કે જેઓ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે, ગત તા.૧૬/૭/૨૦૨૦ના રોજ તેઓ દ્વારા તેમની પત્નીના બેંક ઓફ બરોડાના ખાતામાંથી ઓનલાઈન એક્સિસ એપ્લીકેશનથી તેમના એક્સિસ બેંકના ખાતામાં મોબાઈલ મારફતે ૧૦૦૦/- રૂપિયા ટ્રાન્સફર કર્યા હતાં જે પૈસા તેમની પત્નીના ખાતામાંથી ડૅબિટ થઈ ગયા હતા પરંતુ તેમના ખાતામાં જમા થયેલ નહતા જેને ચાર દિવસ જેટલો સમય વિતી જતાં રાજેશભાઈ દ્વારા એક્સિસ બેંકના કસ્ટમર કેરમાં ફોન કરવામાં આવતા તેમને એક ઓનલાઈન લીંક આપેલ હતી, જે લીંકને ખોલતા સામેથી રાજેશભાઈના ડૅબિટ કાર્ડનો નંબર અને એક્સપાયરી ડેટ પુછવામાં આવેલ હતી જેથી રાજેશભાઈને કંઈક અજુકતું લાગતા તેમના દ્વારા કસ્ટમર કેરમાં ફોન કરી પીન નંબર કેમ જોઈએ છે તેવું પુછવામાં આવેલ હતું ત્યારે સામેથી તેમને જણાવેલ કે રૂપિયા અન્ય બેંકના ખાતામાંથી જમા કરેલ હોવાથી તેની જરૂર પડેલ, તેમજ તે બિલકુલ ગોપનીય રહેશે તેવું જણાવતા રાજેશભાઈ દ્વારા તેમના ડૅબિટ કાર્ડનો પીન નંબર અને એક્સપાયરી ડેટ નાંખવામાં આપેલ હતી જે બાદ ચાર અલગ અલગ નંબરો પરથી તેમના ફોન પર મેસેજ આવેલ હતા જ્યારે ગત ૨૧/૭/૨૦ ના રોજ સાંજના ચાર વાગે રાજેશભાઈના ફોન પર એક્સિસ બેંકનાંથી મેસેજ આવેલ કે તેમના ખાતામાં ૫,૬૨,૭૩૧/- રૂ જમા થયેલ છે જે બાદ તેમની પર ફોન આવેલ કે સર્વર ઈસ્યુ હોઈ ભુલથી તેમના ખાતામાં રકમ જમા થયેલ છે ને જ્યાં સુધી ભુલ સુધરે નહી ત્યાં સુધી કોઈ ટ્રાન્જેક્શન કરવામાં ના આવે જે બાદ તા.૨૨/૭/૨૦ના રોજ તેમના મોબાઈલ પર એક્સિસ બેંકમાંથી મેસેજ આવેલ કે તેમની પર્સનલ લોન એપ્રુવ થઈ ગયેલ છે જેથી રાજેશભાઈ દ્વારા એક્સિસ બેંક હાલોલ ખાતે રૂબરૂ જઈ પોતે કોઈ લોનની માંગણી નહીં કરેલ હોવાનું જણાવી કસ્ટમર કેરમાં કમ્પલેન કરવામાં આવેલ હતી જે બાદ તેઓને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં હાલોલ ટાઉન પોલીસ સ્ટેશને અરજી આપવામાં આવેલ હતી જેની તપાસ ગોધરા સ્થિત સાયબર સેલ દ્વારા કરવામાં આવેલ હતી, જેમાં બહાર આવેલ કે જે પર્સનલ લોન ઈસ્યુ થયેલ હતી તેમાંથી ૨,૦૦,૦૦૦/-રૂ પેટીએમ બેનીફીશયરી એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલ હતા, ૪૦,૦૦૦/-રૂ ઈન્ડસલન્ડ બેંક ચાંગોદર બ્રાન્ચ અમદાવાદ ખાતે ઈસ્લામ અન્સારી મુળ રહે ઝારખંડના ખાતામાં જમા થયેલ હતા, જે રકમ તેને એટીએમ કેશ વિડ્રોલ કર્યા હતા અને બાકીના નાણાં તેના મળતીયાઓના ખાતામાં નાંખી ઉપાડી લીધા હતા. રાજેશભાઈના ખાતામાંથી લોનના ૫,૬૨,૭૩૧/-રૂ તેમજ તેમના ખાતામાં જમા ૭,૭૦૦/-રૂ મળી કુલ ૫,૭૦,૪૩૧/- રૂ ગુમાવ્યા હતા, જ્યારે લોન તો તેમના નામે બાકી જ બોલશે જેથી છેતરપિંડી થયેલ હોવાનો અહેસાસ થતાં રાજેશભાઈ દ્વારા હાલોલ ટાઉન પોલીસ સ્ટેશને અરજી આપવામાં આવેલ હતી જેમાં ગોધરા સાયબર સેલ દ્વારા એક આરોપીને ઝડપી પાડી તેના મળતીયાઓને ઝબ્બે કરવાની પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

રાજ્ય માર્ગ વાહન વ્યવહાર કોર્પોરેશનને માર્ગદર્શન આપવા હિંમતનગર વિભાગમાં સલાહકાર સમિતિની પુનઃરચના

aapnugujarat

અમદાવાદ શહેરમાં ઝાડા ઉલ્ટીના ૧૦૬ કેસ થયા

aapnugujarat

पीराणा निकट के क्षेत्रों में भूगर्भ जल में एसिड का प्रमाण बढ़ गया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1