Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

એરઇન્ડિયા : વેચાણ પ્રક્રિયા વહેલીતકે પૂર્ણ નહીં થઇ શકે

એર ઇન્ડિયાની ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા આ નાણાંકીય વર્ષમાં પૂર્ણ થાય તેવી શક્યતા નહીંવત દેખાઇ રહી છે. કારણ કે કેટલીક ટેકનિકલ ગુંચ રહેલી છે. જાણકાર નિષ્ણાંતોએ માહિતી આપતા કહ્યુ છે કે આ પ્રક્રિયા આડે કેટલીક કેબિનેટ મંજુરીની જરૂર હોય છે. વાતચીતમાં સામેલ રહેલા વરિષ્ઠ સરકારી અધિકારીઓએ માહિતી આપતા કહ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રિય કેબિનેટની ઓછામાં ઓછી બે મંજુરીની જરૂર સૌથી પહેલા પડશે. ૧૦૦ ટકા હિસ્સેદારીને લઇને પણ હાલમાં ચર્ચા છે. કેન્દ્રિય કેબિનેટની મંજુરીની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ ફરી એકવાર મામલો કેબિનેટમાં જશે. જે અંતિમ મંજુરી આપનાર છે. મંત્રાલયોની અંદર ડ્રાફ્ટ કેબિનેટ નોંધ વહેચી દેવામાં આવી છે. એર ઇન્ડિયાના ખાનગીકરણની બાબત ખુબ મુશ્કેલ છે. કારણ કે તેમા કેટલાક જટિલ પાસા રહેલા છે. હાલમાં પ્રાથમિક તબક્કામાં વાતચીત ચાલી રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા દેવામાં ડુબેલી એરલાઇનના વેલ્યુએશનની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. લાયકાત ધરાવતા ખરીદદારો શોધવામાં આવી રહ્યા છે. વેચાણની પદ્ધતિના મુદ્દે પણ નિર્ણય કરવામાં આવનાર છે. એરલાઈનની સંપત્તિનું શું કરવામાં આવે અને તેના ૪૬૫૭૦ કરોડ રૂપિયાના દેવાને કઈરીતે ચુકવવામાં આવે તે મુદ્દા ઉપર પણ વાતચીત થઇ રહી છે. કર્મચારી યુનિયનોનો સામનો કઈ રીતે કરવામાં આવશે તે મુદ્દો પણ રહેલો છે.
વેચાણ માટે ફાઈનાન્સિયલ અને લીગલ એડવાઇઝરો સાથે વાતચીત ચાલી રહી છે. એક વખતે આ સમગ્ર પ્રક્રિયા પુરી થઇ ગયા બાદ કેબિનેટમાં મામલો ફરી જશે. ખાનગીકરણની પ્રક્રિયા લાંબી અને મુશ્કેલ પ્રક્રિયા છે. હાલમાં ચર્ચા પ્રાથમિક તબક્કામાં છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયનું કહેવું છે કે, નેશનલ કેરિયરની માલિકીને જાળવી રાખવાના વિકલ્પ ઉપર ચર્ચા ચાલી રહી છે. આંતર પ્રધાન સ્તરના પેનલ દ્વારા પણ ચર્ચા થઇ રહી છે. વિવિધ વિકલ્પો વિચારાઈ રહ્યા છે. એરલાઈનના ધિરાણદારોને મનાવવાના પ્રયાસ પણ ચાલી રહ્યા છે.

Related posts

સંસદમાં ઘૂસણખોરી : પોલીસે પાંચમા આરોપીને પકડ્યો

aapnugujarat

હિંદુસ્તાન શિપયાર્ડમાં અચાનકથી પડી ભાંગી ક્રેન, વાંચો સમગ્ર ઘટના

editor

આરજેડીનો ઘોષણાપત્ર જારી : દલિતો-પછાતોને વસ્તી અનુસાર અનામતનું વચન અપાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1