Aapnu Gujarat
રાષ્ટ્રીય

હિંદુસ્તાન શિપયાર્ડમાં અચાનકથી પડી ભાંગી ક્રેન, વાંચો સમગ્ર ઘટના

ક્રેનથી લોડિંગનું ટ્રાયલ થઇ રહ્યું હતું તે દરમિયાન અચાનક ક્રેન તૂટી ગઇ અને નીચે પડી ભાંગી, ક્રેનને ઝપેટમાં આવતા 11 મજૂરોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. વિશાખાપટ્ટનમ જિલ્લા કલેક્ટર વિનય ચંદે આ મામલાની પુષ્ટી કરી છે. ક્રેન નીચે દબાઇ જવાના કારણે 11 લોકોના મોત થયા.
ત્યાં જ મંત્રી અવંતિ શ્રીનિવાસે ઘટનાની જાણકારી લેતા અધિકારીઓને જરૂરી પગલા ભરવા આદેશ કર્યા છે. આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં હિંદુસ્તાન શિપયાર્ડમાં એક દુર્ઘટના સર્જાઇ છે જેમા એક ક્રેન પડી ભાંગી હતી જેના કારણે 11 મજૂરોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ છે. વિશાખાપટ્ટનમ જિલ્લા કલેક્ટર વિનય ચંદે મામલાની પુષ્ટી કરી છે.
દુર્ઘટના સમયે ક્રેનથી લોડિંગનું ટ્રાયલ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન અચાનક ક્રેન તૂટી ગઇ અને નીચે પડી ભાંગી, ક્રેનને ઝપેટમાં આવતા 11 મજૂરોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા

જયારે પોલીસના જણાવ્યા પ્રમાણે, ક્રેનનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું. ઓફિસર અને ક્રેનના ઓપરેટર્સ તેનું ઓપરેટિંગ જોવા ગયા હતા તે જ સમયે દુર્ઘટના થઈ હતી. માનવામાં આવે છે કે, મૃતકોની સંખ્યામાં વધારો પણ થઈ શકે છે. કેમકે ક્રેન નીચે અમુક લોકો દબાયા હોવાની શક્યતા છે. શિપયાર્ડના ઓફિસર અટેન્ડેન્સ રેકોર્ડ ચેક કરી રહ્યા છે જેથી ઘટના સમયે ત્યાં કેટલા લોકો હશે તેની માહિતી મળી શકે.

Related posts

गोवा में सरकार बनाने के कांग्रेस के सपने को शाह ने किया चूर

aapnugujarat

अमरनाथ यात्रा में अलगाववादी बाधा बने, श्रद्धालुओं की आवाजाही रोकी

aapnugujarat

ટૂંકા સમયમાં રાજ્યમાં જિયો સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર બની

editor

Leave a Comment

UA-96247877-1