Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નાણાંકીય વર્ષ ૨૦૧૮થી બદલી દેવાની તૈયારીઓ

વર્ષ ૨૦૧૮થી નાણાંકીય વર્ષ બદલાઈ જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. એપ્રિલના બદલે જાન્યુઆરીથી ભારતમાં નાણાંકીય વર્ષની શરૂઆત થશે. કેન્દ્ર સરકાર ૧૫૦ વર્ષ જુની પરંપરાનો અંત લાવવાની તૈયારીમાં છે. આનો મતલબ એ થયો કે, આગામી બજેટ આ વર્ષે નવેમ્બર મહિનામાં કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવી શકે છે. ઉચ્ચ સ્તરીય સરકારી સુત્રોએ આજે આ મુજબની માહિતી આપી છે. સુત્રોનું કહેવું છે કે, સરકાર કેલેન્ડર વર્ષની સાથે નાણાંકીય વર્ષને જોડવાના મુદ્દા ઉપર કામ કરી રહી છે. આ ફેરફાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્યાપક તરફેણ કરી ચુક્યા છે. આ વર્ષે પહેલી ફેબ્રુઆરીના દિવસે બજેટ રજૂ કરવાની પ્રક્રિયા શરૂ કરીને એક મોટા ફેરફારની શરૂઆત કર્યા બાદ આ બીજો ઐતિહાસિક ફેરફાર રહેશે. આની સાથે જ ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં વાર્ષિક કવાયત રજૂ કરવાની દશકો જુની પ્રથાનો પણ અંત આવી જશે. સંસદનું બજેટ સત્ર ડિસેમ્બર પહેલા યોજવાની પણ કવાયત છે જેથી અંદાજપત્રીય કવાયત આ વર્ષના અંત સુધી પૂર્ણ કરી લેવામાં આવશે. બજેટની કવાયતને પૂર્ણ કરવા માટે ઓછામાં ઓછા બે મહિનાનો સમય લાગે છે જેથી બજેટ સત્ર રજૂ કરવા માટેની સંભવિત તારીખ નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહની રહી શકે છે. પહેલી એપ્રિલથી ૩૧મી માર્ચ સુધી નાણાંકીય વર્ષને હજુ સુધી ગણવામાં આવે છે. ૧૮૬૭માં આ પ્રક્રિયા અપનાવવામાં આવી હતી. બ્રિટિશ સરકારના શાસન દરમિયાન આની શરૂઆત થઇ હતી. ત્યારબાદથી નાણાંકીય વર્ષ પહેલી મેથી શરૂ થાય છે અને ૩૦મી એપ્રિલના દિવસે પૂર્ણ થાય છે. મોદીએ નાણાંકીય વર્ષને કેલેન્ડર વર્ષ સાથે જોડી દેવાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવ્યા બાદ સરકારે ગયા વર્ષે પહેલી જાન્યુઆરીથી નાણાંકીય વર્ષને શિફ્ટ કરી દેવાની શક્યતાને ચકાસવા ઉચ્ચસ્તરીય કમિટિની રચના કરી હતી. આ કમિટિએ ડિસેમ્બરમાં નાણા પ્રધાનને તેનો અહેવાલ સોંપી દીધો હતો.

Related posts

લોકસભામાં સ્મોક એટેક કરનારાને ૧૦ લાખની સહાયની પન્નુની જાહેરાત

aapnugujarat

उपराज्यपाल से प्राईवेट ई-मेल आईडी द्वारा जारी किये गये विज्ञापनों पर रोक लगाने दिल्ली भाजपा अध्यक्ष मनोज तिवारी की मांग

aapnugujarat

ત્રાસવાદી નવીદ ફરાર થયા બાદ ૨૫થી વધુ કુખ્યાત ત્રાસવાદી અંતે જમ્મુમાં ખસેડી લેવાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1