Aapnu Gujarat
રમતગમત

આઇપીએલ ટાઇટલ સ્પોન્સરશીપ વિવોએ જાળવી રાખ્યા

ચીનની હેન્ડસેટ બનાવતી મહાકાય કંપની વીવોએ ઇન્ડિયન પ્રિમિયર લીગ ()માં ટાઇટલ સ્પોન્સરશીપ જાળવી રાખવામાં સફળતા મેળવી છે. કંપની આગામી પાંચ વર્ષ માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને ૨૧૯૯ કરોડ રૂપિયાની ચુકવણી આના માટે કરનાર છે. જાણકાર લોકોએ માહિતી આપતા કહ્યુ છે કે પાંચ વર્ષ માટે ઓપોએ નજીકનુ બિડ કર્યુ હતુ. તેનુ બિડ ૧૪૩૧ કરોડનુ રહ્યુ હતુ. હાલમાં ઓપો ટીમ ઇન્ડિયા સ્પોન્સરશીપ અધિકાર ધરાવે છે. રસપ્રદ બાબત એ છે કે વીવો અને ઓપો બન્ને એક જ પેરેન્ટ ગ્રુપના ભાગરૂપે છે. બિડિંગ માટે બેઝ પ્રાઇઝનો આંકડો પાંચ વર્ષ માટે ૬૦૦ કરોડ રૂપિયા રાખવામાં આવ્યો હતો. વર્ષે ૧૨૦ કરોડનો આંકડો રાખવામાં આવ્યો હતો. નવા ટાઇટલ સ્પોન્સરશીપ રેટને લઇને ભાર ચર્ચા રહી છે. ચાઇનીઝ હેન્ડસેટ બનાવતી કંપની હાલમાં લોકપ્રિય થઇ રહી છે. તેના ફોન કેમેરા ફોન તરીકે ભારતમાં વધારે લોકપ્રિય થયા છે. મેચ ફિકસિંગ અને સટ્ટાકાંડના આક્ષેપો સપાટી પર આવ્યા બાદ આના કારણો આપીને વૈશ્વિક મહાકાય કંપની પેપ્સી બોર્ડ સાથે પાંચ વર્ષના કરારમાંથી બહાર નિકળી ગઇ હતી. જેના કારણે ભારે મુશ્કેલી સર્જાઇ ગઇ હતી. જો કે અંત વીવોએ તૈયારી બતાવી હતી. પેપ્સીએ પાંચ વર્ષ માટે ૩૯૬ કરોડ રૂપિયા ચુકવ્યા હતા. વીવોએ બે વર્ષના ટાઇગલ સ્પોન્સરશીપ સમજુતી કરી હતી. જે ૨૦૦ કરોડની હતી. અથવા તો વાર્ષિક ૧૦૦ કરોડની સમજુતી થઇ હતી. તમામ લોકો સારી રીતે જાણે છે ક બોર્ડ દ્વારા ૩૧મી મેના દિવસે ટાઇટલ સ્પોન્સરશીપ બિડ માટે હાકલ કરી હતી. બિડ રજૂ કરવા માટેની તારીખ ૨૭મી જુન રાખવામાં આવી હતી. આજે આ મહેતલની પૂર્ણાહુતિ થઇ ગઇ હતા.

Related posts

सिनसिनाटी ओपन : गोफिन को हराकर मेदवेदेव ने जीता खिताब

aapnugujarat

धोनी के विकल्प के तौर पर पंत के साथ ही जाना चाहिए : नेहरा

editor

टीम इंडिया के हेड कोच बने रहेंगे रवि शास्त्री

aapnugujarat

Leave a Comment

UA-96247877-1