Aapnu Gujarat
ગુજરાત

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે ખાસ મહિલા રોજગાર ભરતી મેળો યોજાયો

સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,આહવા ખાતે આજરોજ જિલ્લા રોજગાર કચેરી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા,આહવાના સંયુક્ત ઉપક્રમે ખાસ મહિલા રોજગાર ભરતી મેળો યોજાયો હતો. જિલ્લા કલેકટરશ્રી બી.કે.કુમારના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ ભરતી મેળામાં ૧૫૦ થી વધુ યુવતીઓ રોજગારી માટે ઉપસ્થિત રહી હતી.

જિલ્લા કલેકટરશ્રી બી.કે.કુમારે ખાસ મહિલાઓ માટે યોજાયેલા ભરતી મેળા માટે જિલ્લા રોજગાર કચેરી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થાને અભિનંદન આપતા જણાવ્યું હતું કે જિલ્લામાં રોજગારી માટે કેટલાક કુટુંબો સ્થળાંતર કરે છે. જેના પરિણામે બાળકોના શિક્ષણ વિગેરે પ્રશ્નો ઉભા થાય છે. અહીં ડાંગ જિલ્લામાં રોજગારી વધે તે માટે પ્રયાસો કરવામાં આવી રહયા છે. વધુમાં ખાનગી ક્ષેત્રોમાં મેનપાવરની જરૂરિયાત માટે ખાનગી ક્ષેત્રોના પ્રતિનિધિઅો જિલ્લા પ્રશાશનની સાથે રહીને રોજગારીને ઉત્તેજન આપે છે જે અભિનંદન ને પાત્ર છે.

જિલ્લા રોજગાર અધિકારીશ્રી વિનોદ ભોયેએ જણાવ્યું હતું કે સ્માર્ટ કન્સલટન્ટ- વડોદરા દ્વારા ટેલીકોલર અને ઓફિસ આસીસ્ટન્ટ, સાહિબા લીમીટેડ- કડોદરા દ્વારા મશીન ઓપરેટર અને બાંસવાડા સિન્થેટીક દ્વારા ગારમેન્ટ બનાવતી કંપની માટે મશીન અોપરેટરની જગ્યા માટે મહિલાઓને રોજગારી આપવા માટે ખાનગી કંપનીઅો રોજગારી માટે આગળ આવી છે. જે સારા આકર્ષક પગારથી રોજગારીની તકો પુરી પાડે છે. આ કંપનીઅો રહેવાની પણ સગવડ આપે છે. જેથી મુશ્કેલી ન પડે. અોછુ ભણેલા હોય અને આઈ.ટી.આઈ.ના કોર્ષ કરેલા હોય તો ઝડપથી રોજગારી મેળવી શકાય છે.

આહવા સરકારી કોલેજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કોલેજના આચાર્યશ્રી કાશીરામભાઈ ભોયે, જિલ્લા રોજગાર કચેરી સ્ટાફ,કોલેજ સ્ટાફ, આઈ.ટી.આઈ.સ્ટાફ સહિત મોટી સંખ્યામાં રોજગારવાંચ્છુ યુવતીઅો ઉપસ્થિત રહી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. હરેશ વરૂ એ કયુ* હતું.

Related posts

રૂપાણી કેબિનેટમાં ફેરફાર : સાત મંત્રીઓ ઘરભેગા થાય તેવી શક્યતા

editor

आपत्ति को सेवा के अवसर में बदलने का महायज्ञः चुड़ासमा

aapnugujarat

हार्दिक पटेल का हमला, कोरोना से मर रहे हैं लोग और गुजरात सरकार चुप बैठी है

editor

Leave a Comment

UA-96247877-1