Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

મોદીએ ટ્રમ્પ-મેલાનિયાને ઘણી શાનદાર ભેટ આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્ર્‌મ્પની વચ્ચે થયેલી પ્રથમ મુલાકાત ખુબ જ ફળદાયી અને રચનાત્મક રહી છે. ટ્ર્‌મ્પની સાથે રહીને મોદીએ વ્હાઇટ હાઉસમાં દરેક ઐતિહાસિક જગ્યા નિહાળી હતી. ટ્રમ્પે મોદીને પ્રમુખ અબ્રાહમ લિંકનના બેડરૂમને દર્શાવવા માટે પણ લઇ ગયા હતા. સાથે સાથે અમેરિકાનાં ૧૬માં પ્રમુખ લિંકને ગેટિજબર્ગ યુદ્ધ દરમિયાન જે લોકપ્રિય ભાષણ આપ્યું હતું તેની એક કોપી પણ ટ્રમ્પે મોદીને સોંપી હતી. મોદીને મેજ પણ દર્શાવી હતી જેના પર બેસીને લિંકને ઐતિહાસિક ભાષણ લખ્યું હતું. મોદીએ પણ ટ્ર્‌મ્પને કેટલીક ભેટ આપી હતી જેમાં ભારતની એક ખાસ ટપાલ ટિકિટનો સમાવેશ થાય છે. આ ટિકિટને ૫૨ વર્ષ પહેલા વર્ષ ૧૯૬૫માં લિંકનના મૃત્યુના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે જારી કરવામાં આવી હતી.
આ ટિકિટને જારી કરવા પાછળ ખાસ હેતુ હતા. ભારત દ્વારા લિંકનને આ રીતે સન્માન આપવામાં આવ્યું હતું. લિંકનના આદ્રશ અને મહાત્મા ગાંધીના આદર્શની વચ્ચે કેટલીક સમાનતા પણ દેખાતી હતી. મોદીએ ટ્રમ્પને લાકડાની એક પેટી આપી હતી. આ પેટી પર સુંદર કારીગરી છે જે પંજાબના હોંશિયારપુરની ખાસ વિશેષતા છે. મોદીએ મેલિનિયા ટ્રમ્પને કેટલીક ભેટ આપી હતી જેમાં હિમાચલ પ્રદેશમાં બનાવવામાં આવેલી પરંપરાગત અને હસ્ત નિર્મિત ચાંદીના બ્રેસલેટનો સમાવેશ થાય છે. કાંગડા ખીણની ચા અને જમ્મુ કાશ્મીરની હાથથી બનાવવામાં આવેલા શાલની ભેટ આપી હતી. ટ્રમ્પે કહ્યુ હતુ કે મોદીને વ્હાઇટ હાઉસ માટે આમંત્રણ આપવાની બાબત તેમના માટે સન્માનની બાબત છે. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધ દિનિ પ્રતિદિન વધુ મજબુત બની રહ્યા છે.
વિશ્વના તમામ દેશોની આના પર નજર હતી.

Related posts

અનંતનાગમાં ઇસ્લામિક સ્ટેટના ચાર આતંકીઓ મોતને ઘાટ ઉતારી દેવાયા

aapnugujarat

દેશ આતંકથી ગ્રસ્ત, સરકાર શૂટ-બૂથમાં વ્યસ્ત : અખિલેશ યાદવ

aapnugujarat

મોદીની રશિયન યાત્રા આજથી શરૂ : બધાંની નજર કેન્દ્રિત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1