Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દેશ આતંકથી ગ્રસ્ત, સરકાર શૂટ-બૂથમાં વ્યસ્ત : અખિલેશ યાદવ

ભારતે પાકિસ્તાનનાં ઘરમાં ઘુસીને કરેલી એરસ્ટ્રાઈક બાદ દેશની રાજનિતીમાં ગરમાવો આવ્યો છે. એક તરફ પુરો દેશ એકજૂથ બની આતંકવાદ સામે લડવા માટે સક્ષમ છે. ત્યારે બીજી તરફ વિપક્ષનો આરોપ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ એરસ્ટ્રાઈકનો રાજકિય જશ ખાટી રહ્યા છે. મહાગઠબંધનનાં મુખ્ય ચહેરા પેકીનાં એક એવા સમાજવાદી પાર્ટીનાં રાષ્ટ્રીય પ્રમુખ અને ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. પાક. આશ્રીત આતંક સામે લડવામાં દેશ સક્ષમ છે. ત્યારે ભાજપ પોતાની રાજકિય યાત્રા અને વોટયાત્રાની સફળતા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. નાજુક પળમાં પણ વડાપ્રધાન ભાષણબાજી કરવામાંથી ઉંચા આવતા નથી.
સપા સુપ્રિમો અને ઉ.પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ટિ્‌વટ કરીને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. મોદી સરકાર પર આકરો હુમલો કરતા અખિલેશે જણાંવ્યું કે, ખેતી,ઉદ્યોગ, દુકાનદારી, વેપારીઓની સ્થિતી ખરાબ છે. ઘરેલુ-વિદેશી માંગ, નોકરી-રોજગારની સામે જોઈ શકાય તેવી સ્થિતી નથી. આ વખતે જનતાને ભાષણબાજી કરવાવવાળી ઢોંગી સરકારની જરૂર નથી.
મોદી સરકારને ઘેરવાનો એક પણ પ્રયત્ન ન છોડતા અખિલેશે જણાંવ્યું કે, રાજનિતી થી પરે જઈને પુરો દેશ એક ભારતીય તરીકે સરકારની સાથે ઉભો છે. તેવામાં ભાજપ બૂથ કાર્યકરો સાથે સંપર્ક બનાવવાનાં રેકોર્ડ માં વ્યસ્ત છે. ભાજપ સમર્થકો પણ સરકારની આવી નિતી-રિતીથી દુઃખી છે. હાલત ગમે તેટલી ખરાબ હોય પરંતુ આ શૂટ-બૂથ વાળી ભાજપ સરકારનો ઉત્સવ ચાલું રહેવો જોઈએ. આ નિંદનીય બાબત છે.

Related posts

કોર્ટની જેમ અવગણના બદલ કાર્યવાહીનો અધિકાર માગતું ચૂંટણી પંચ

aapnugujarat

જમ્મુ કાશ્મીર : ત્રણ ખતરનાક ત્રાસવાદી મોતને ઘાટ ઉતારાયા

aapnugujarat

યુપીમાં સગીરા પર સામૂહિક બળાત્કાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1