Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદીની રશિયન યાત્રા આજથી શરૂ : બધાંની નજર કેન્દ્રિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સોમવારના દિવસે રશિયાની ઐતિહાસિક યાત્રાએ પહોંચી રહ્યા છે. અલબત્ત તેમની આ પ્રથમ રશિયન યાત્રા નથી પરંતુ અન્ય યાત્રાઓ કરતા આ યાત્રા અલગ છે. રશિયામાં ભારતના રાજદૂત પંકજ સારણે માહિતી આપતા કહ્યું છે કે, બીજી વખત પ્રમુખ તરીકે ચુંટાઈ આવ્યા બાદ માત્ર બે સપ્તાહની અંદર જ પ્રમુખ વ્લાદીમીર પુટિને પોતે ફોન કરીને મોદીને રશિયન યાત્રા માટે આમંત્રણ આપ્યું હતું. પંકજ સારણનું કહેવું છે કે, બંને નેતાઓ વચ્ચે આ ખુબ જ મહત્વપૂર્ણ બેઠક રહેશે. આ બેઠક એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે, પુટિને મોદીને ચોથી વખત પ્રમુખ બન્યા બાદ તમામ મુદ્દા પર ચર્ચા કરવા માટે આમંત્રણ આપ્યું છે. બંને દેશો વચ્ચે અને બંને નેતાઓ વચ્ચે પણ અંગત સંબંધો પણ ખુબ મજબૂત રહ્યા છે.
સારણનું કહેવું છે કે, બંને નેતાઓ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં એકબીજાની અર્થવ્યવસ્થા અને પ્રભાવને વધારે શ્રેષ્ઠ બનાવવા માટે પારસ્પર સહયોગ પર ચર્ચા કરશે. મોદી રશિયાના સોચીમાં આવતીકાલે પુટિન સાથે વાતચીત કરવા માટે પહોંચશે. આ પ્રવાસના એક મહિના પહેલા જ મોદીએ ચીનના પ્રમુખ શી જિંગપિંગ સાથે પણ આ રીતે જ અનૌપચારિક બેઠક યોજી હતી. દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત મોદી અને પુટિન વચ્ચે ઇરાન ન્યુક્લિયર ડિલથી અમેરિકાના અલગ થવાના નિર્ણય ઉપર પણ ચર્ચા કરશે. ભારત અને રશિયા બંને ત્રાસવાદથી અસરગ્રસ્ત દેશોમાં છે જેથી બંને પક્ષો આઈએસના ખતરા અને અફઘાનિસ્તાન-સિરિયાના મુદ્દા ઉપર પણ ચર્ચા કરશે. બંને દેશોના વડાઓ ત્રીજી દુનિયાના દેશોના પરમાણુ ક્ષેત્રમાં સહકારને લઇને પણ વાતચીત કરશે. બાંગ્લાદેશમાં ભારતના પરમાણુ પ્લાન્ટનો મુદ્દો પણ ચમકશે.  મોદી સોચી એરપોર્ટ ઉપર પહોંચ્યા બાદ રશિયાના ટોપ અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે ત્યારબાદ તેઓ પુટિનના રિસોર્ટ ઉપર જશે.

Related posts

२० लाख से अधिक मुस्लिमों ने हज यात्रा की शुरुआत की

aapnugujarat

તીવ્ર વેચવાલી વચ્ચે સેંસેક્સ ૩૨૪ પોઇન્ટ ઘટ્યો

aapnugujarat

ડ્રગ એલર્ટ દરમિયાન લગભગ ૨૫૧ દવાઓનાં સેમ્પલ ફેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1