Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દાંતેવાડામાં નક્સલી હુમલો, ૭ જવાન શહીદ

છત્તીસગઢના દાંતેવાડામાં નક્સલવાદીઓના આઈઈડી બ્લાસ્ટમાં સાત જવાન શહીદ થયા છે. નક્સલવાદીઓએ હુમલો કરીને ફરી એકવાર પોતાની શક્તિ દર્શાવી છે અને સાબિતી આપી છે કે, નક્સલવાદીઓ હજુ પણ મોટાપાયે સક્રિય થયેલા છે. નક્સલવાદીગ્રસ્ત વિસ્તારોની સંખ્યામાં ચોક્કસપણે ઘટાડો થઇ રહ્યો છે પરંતુ અનેક જગ્યાઓ ઉપર નક્સલવાદીઓ હજુ પણ મોટાપાયે સક્રિય થયેલા છે. આજે કરવામાં આવેલા હુમલામાં સશસ્ત્ર દળના પાંચ અને ડિસ્ટ્રીક્ટ ફોર્સના બે જવાન શહીદ થયા હતા. બીજી બાજુ આ હુમલામાં કેટલાક જવાનોને ઇજા પણ થઇ હતી. નક્સલવાદીઓએ પોલીસની ગાડીને ટાર્ગેટ બનાવીને હુમલો કર્યો હતો. આ ઘટના દાંતેવાડાના છોલનાર ગામમાં બની હતી. નક્સલવાદી વિરોધી ટોળકીના અધિકારીઓનું કહેવું છે કે, સાત જવાન આમા શહીદ થયા છે. અન્ય એકને ઇજા થઇ છે. નક્સલવાદીગ્રસ્ત વિસ્તારોમાં ચર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. બ્લાસ્ટની તીવ્રતા ખુબ વધારે જોવા મળી હતી. આ પહેલા ૧૩મી માર્ચના દિવસે નક્સલવાદીઓએ છત્તીસગઢના સુકમામાં સર્ચ ઓપરેશનમાં જોડાયેલા સીઆરપીએફના જવાનો ઉપર હુમલો કરી દીધો હતો જેમાં નવ જવાન શહીદ થયા હતા. જવાનોને પહેલા આઈઇડી બ્લાસ્ટ કરીને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા ત્યારબાદ ગોળીબાર કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૩મી માર્ચના દિવસે છત્તીસગઢના સુકમામાં સર્ચ ઓપરેશનમાં વ્યસ્ત સીઆરપીએફના જવાનો પર માઓવાદીઓ દ્વારા કરવામાં આવેલા છુપા હુમલામાં ઓછામાં ઓછા નવ જવાનો શહીદ થયા હતા અને આ હુમલામાં અન્ય છ જવાનો ઘાયલ પણ થયા હતા. જવાનોને પહેલા આઇઇડી બ્લાસ્ટ મારફતે ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા. બ્લાસ્ટ કરવામાં આવ્યા બાદ અંધાધુંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. ૧૩મી માર્ચના દિવસે કરવામાં આવેલા હુમલામાં આશરે ૧૦૦ માઓવાદીઓ હોવાની માહિતી મળી હતી. આજે પણ કરાયેલા હુમલામાં માઓવાદીઓની મોટી ટોળકી હોવાના અહેવાલ મળ્યા છે. આજે છત્તીસગઢના દાંતેવાડામાં આ હુમલો કરાયો હતો. આ પહેલા ગયા વર્ષે એપ્રિલ મહિનામાં સુકમામાં નક્સલવાદીઓએ છુપો હુમલો કર્યો હતો. આ હુમલામાં ૨૫ જવાન શહીદ થયા હતા. આ તમામ જવાનો સીઆરપીએફના ૭૪મી બટાલિયનના હતા. જવાનોની ટીમ રોડ ઓપનિંગ માટે જઇ રહી હતી ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો. સીઆરપીએફ ભોજન માટેની તૈયારી કરી રહ્યા હતા ત્યારે નક્સલવાદીઓએ અંધાધુંઘ ગોળીબાર કર્યો હતો. નક્સલવાદીઓએ ગયા વર્ષે ૨૫મી એપ્રિલના દિવસે પણ ભીષણ હુમલો કર્યો હતો જેમાં સીઆરપીએફના ૨૫થી વધુ જવાનો શહીદ થયા હતા. તે પહેલા ૨૫મી મે ૨૦૧૩ના દિવસે સુકમા જિલ્લામાં ૧૦૦૦થી વધારે નક્સલવાદીઓની ટોળકીએ કોંગ્રેસની પરિવર્તન યાત્રા ઉપર હુમલો કર્યો હતો. આમા ૨૫ લોકોના મોત થઇ ગયા હતા. મોટાભાગના કોંગ્રેસી કાર્યકર હતા. ૬ઠ્ઠી એપ્રિલ ૨૦૧૦ના દિવસે દાંતેવાડાના વન્ય વિસ્તારમાં નક્સલવાદીઓએ સૌથી ભીષણ હુમલો કર્યો હતો જેમાં ૭૫ જવાન સહિત ૭૬ લોકોના મોત થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢના દાંતેવાડામાં નક્સલીઓ દ્વારા આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યા બાદ કેન્દ્ર સરકાર અને છત્તીસગઢ સરકાર હચમચી ઉઠી છે. નક્સલીઓ સ્થિતિનો લાભ ઉઠાવીને વારંવાર હુમલા કરી રહ્યા છે. આની સાબિતી ફરીવાર મળી છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ સહિત સમગ્ર સરકાર નક્સલીઓના હુમલાથી હચમચી ઉઠી છે. રાજનાથસિંહે નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવાર પ્રત્યે શોકસંવેદના વ્યક્ત કરી છે. સાથે સાથે હુમલામાં ઘાયલ થયેલા જવાનોને તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી છે. નક્સલવાદીઓ દેશના અનેક રાજ્યોમાં હજુ પણ સક્રિય રહ્યા છે જેમાં બિહાર, છત્તીસગઢ, મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. આ તમામ રાજ્યોમાં નક્સલવાદીઓ સામે છેલ્લા ઘણા સમયથી ઓપરેશન ચાલી રહ્યું હોવા છતાં વારંવાર પરિસ્થિતિનો લાભ ઉઠાવીને નક્સલવાદીઓ હુમલા કરવામાં સફળ સાબિત થાય છે. નક્સલવાદીઓના મોટા ગઢ તરીકે સુકમાને ગણવામાં આવે છે. સુકમામાં વિતેલા વર્ષો પણમાં પણ કેટલાક હુમલા થઇ ચુક્યા છે. ગયા વર્ષે ૨૫મી એપ્રિલના દિવસે પણ નક્સલીઓએ આવો જ એક હુમલો કર્યો હતો જેમાં ૨૫ જવાન શહીદ થયા હતા. સીઆરપીએફના જવાનો નક્સલ વિરોધી ઓપરેશનમાં લાગેલા છે અને તેમના દ્વારા જ નક્સલવાદીઓ ઉપર અંકુશ મુકવાના પ્રયાસ થઇ રહ્યા છે. આવા સમયમાં નક્સલીઓના નિશાના પર સીઆરપીએફના જવાનો રહ્યા છે. ૨૫મી મે ૨૦૧૩ના દિવસે જ પણ સુકમામાં જ ૧૦૦૦ નક્સલીઓની ટોળકીએ કોંગ્રેસની પરિવર્તન યાત્રા ઉપર હુમલો કરી દીધો હતો જેમાં કોંગ્રેસના નેતા વિદ્યાચરણ શુક્લા, મહેન્દ્રકુમાર કર્મા, નંદકુમાર પટેલ સહિત ૨૫ના મોત થયા હતા.

Related posts

આવતીકાલે ચૈન્નઈ-હૈદરાબાદ વચ્ચે ફાઈનલ

aapnugujarat

ફેબ્રુઆરીના અંત પહેલા હિટવેવની શક્યતા ઉનાળામાં ભીષણ ગરમીના એંધાણ

aapnugujarat

ઈવીએમના મુદ્દા પરથી ધ્યાન દૂર કરવા માટે સહારનપૂરમાં કરાવવામાં આવ્યું તોફાન : માયાવતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1