Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઈવીએમના મુદ્દા પરથી ધ્યાન દૂર કરવા માટે સહારનપૂરમાં કરાવવામાં આવ્યું તોફાન : માયાવતી

બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ મેરઠમાં રેલી સંબોધીને ભાજપ પર મોટા આરોપ લગાવ્યા. માયાવતીએ કર્યું કે, ”ઈવીએમથી સહિતના મુદ્દાથી ધ્યાન હટાવવા અને રાજકીય ફાયદા માટે ભાજપે સહારનપુરમાં અશાંતિ ફેલાવી હતી.” માયાવતીએ કહ્યુ કે, ”યૂપીના વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીએ ઇ.વી.એમમાં ગરબડી કરીને ચૂંટણી જીતી છે. બીએસપીના કાર્યકર્તાઓએ ઇ.વી.એમ.ની વિરુદ્ઘ યૂપી જિલ્લાના મુખ્યાલયો પર ૧૧ એપ્રિલની ધરણાં પ્રદર્શન પણ કર્યુ હતુ. ઇ.વી.એમની વિરુદ્ઘ અને સુપ્રીમ કોર્ટમાં ગયા, તો બીજેપીએ તેનાથી ધ્યાન દૂર કરવા માટે સહારનપૂરના શબ્બીરપુર ગામમાં દલિત-રાજપૂતની વચ્ચે તોફાન કરાવી દીધુ.”
માયાવતીએ આગળ કહ્યુ કે, ”સરહાનપુરમાં દલિતોનું શોષણ થયું છે.  તેમણે કહ્યુ કે, ૧૮ જૂલાઇના રાજ્યસભામાં આ મુદ્દા પર સત્તા પક્ષ મને બોલવા દીધી ન હતી. આ પહેલા આ પ્રકારની ક્યારેય થયું નથી, જેના કારણે મેં રાજ્યસભામાં સભ્ય પદથી રાજીનામું આપી દીધું.” માયાવતી પોતાની રાજકીય શક્તિ બતાવવા પશ્ચિમી યુપીમાં રેલી કાઢીને નવી શરૂઆત કરી છે. રાજ્યસભામાંથી રાજીનામુ આપ્યા બાદ તેમની આ પહેલી રેલી છે.

Related posts

પેટ્રોલ અને ડીઝલની કિંમત યથાવત

aapnugujarat

कांग्रेस नकली आंबेडकरवादी हैं : मायावती

aapnugujarat

आज से तीन दिन तक बैंक बंद : पैसो की किल्लत होगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1