Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પેટ્રોલ અને ડીઝલની કિંમત યથાવત

ક્રુડ ઓઇલની કિંમતમાં સતત ઘટાડાનો દોર જારી હોવા છતાં આજે બુધવારના દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઇ ફેરફાર ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આની સાથે જ કિંમતો મંગળવારની સપાટી પર બુધવારે રહી હતી. જો કે આગામી દિવસોમાં તેલ કિંમતોમાં મોટો ઘટાડો કરવામાં આવી શકે છે. કારણ કે આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇલની કિંમત વર્ષ ૨૦૧૭ બાદથી સૌથી નીચી સપાટી પર પહોંચી છે. બેંચમાર્ક બ્રેન્ટમાં પણ કિંમતો ઘટી છે. ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં તેમાં ૪૦ ટકાનો ઘટાડો થયો છે. શેરબજારમાં જુદા જુદા પરિબળોની અસર જોવા મળી રહી છે. ઇક્વિટી, મની અને કોમોડિટી ફ્યુચર માર્કેટમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. આજે બ્રેન્ટ ક્રુડની કિંમત પ્રતિ બેરલ ૫૪ ડોલરથી પણ નીચે પહોંચી ગઇ છે. ભારતમાં રિટેલ તેલ કિંમતો આંતરરાષ્ટ્રીય તેલ કિંમતો અને ડોલર-રૂપિયા એક્સચેંજ રેટ ઉપર આધારિત રહે છે. ઓક્ટોબર મહિનામાં સૌથી ઉંચી સપાટી પર પહોંચી ગયા બાદથી તેમાં ૩૧ ટકાથી વધુનો ઘટાડો કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં તેલ કિંમતોમાં વધુ ફેરફાર કરવામાં આવી શકે છે. ભાવમાં ફેરફાર કરવાનો સિલસિલો જારી રહ્યો છે. તેલ કિંમતોમાં સતત ફેરફારના કારણે લોકોમાં દુવિધા છે. જો કે હાલમાં કિંમતો સતત ઘટી ગઇ હતી. જેના કારણે વાહન ચાલકો અને સામાન્ય લોકો હવે રાહત અનુભવી રહ્યા છે.ડોલરની સામે રૂપિયા પર જે અસર થઇ રહી છે તેના લીધે તેલ કિંમત બદલાઇ રહી છે.સતત ઘટાડાના કારણે એકબાજુ ડીઝલની કિંમત હવે ત્રણ મહિનાની નીચી સપાટી પર પહોંચી છે. આવી જ રીતે પેટ્રોલની કિંમતમાં આઠ મહિનાની નીચી સપાટી જોવા મળી રહી છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં ફ્યુઅલની કિંમતમાં સતત ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. આ સપ્તાહના ગાળામાં જ ડોલર સામે રૂપિયો બે ટકા સુધી મજબૂત થયો છે. તેલ કિંમતો આગામી દિવસોમાં વધુ ઘટે તેવા સંકેત મળી રહ્યા છે. છેલ્લા બે મહિનાના ગાળામાં આશરે ૩૧ ટકાનો ઘટાડો કરવામાં આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રુડ કિંમતોને વર્તમાન સપાટી પર સ્થિર કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. છેલ્લા થોડાક દિવસના ગાળામાં જ ડોલર સામે રૂપિયામાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. તેલ કિંમતોને સંવેદનશીલ ગણવામાં આવે છે.

Related posts

BJP set target of making 1.25 cr new members in Bihar

aapnugujarat

એરસેલ કેસ : કાર્તિની સામે ચાર્જશીટ દાખલ કરી દેવાઈ

aapnugujarat

ઝારખંડમાં મુસ્લિમ યુવકે પ્રેમમાં પાગલ થઈ હિન્દુ યુવતીને સળગાવી દીધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1