Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઝારખંડમાં મુસ્લિમ યુવકે પ્રેમમાં પાગલ થઈ હિન્દુ યુવતીને સળગાવી દીધી

ઝારખંડના દુમકામાંથી એક હચમચાવી નાખતો મામલો સામે આવ્યો છે. શાહરૂખ નામના યુવકે એકતરફી પ્રેમમાં નિષ્ફળતા પચાવી ન શકતા ૧૨મા ધોરણમાં ભણતી ૧૯ વર્ષની યુવતીને જીવતી બાળી મૂકી. આ ઘટનામાં યુવતીનું મોત થઈ ગયું છે. આ ઘટના બાદ વિસ્તારમાં સ્થિતિ તણાવપૂર્ણ છે. પ્રશાસને કલમ ૧૪૪ લાગૂ કરી છે. દુમકા પોલીસ અધીક્ષક અંબર લકડાએ જણાવ્યું કે ઘટનામાં યુવતી ૯૦ ટકા દાઝી ગઈ હતી. ત્યારબાદ તેને સારવાર અર્થે રાંચી સ્થિત રિમ્સમાં દાખલ કરાઈ હતી. જ્યાં રવિવારે તેનું મોત નિપજ્યું. તેમણે જણાવ્યું કે પોસ્ટમોર્ટમ બાદ યુવતીનો મૃતદેહ દુમકા લાવવામાં આવશે. આ ઘટના બાદ યુવતીના જેરુવાહીડ મોહલ્લા સ્થિત ઘરે સુરક્ષાના વ્યાપક ઈન્તેજામ કરાયા. દુમકામાં હાલ સ્થિતિ તણાવપૂર્ણ પણ નિયંત્રણમાં છે. દુમકાના એસડીઓ મહેશ્વર મહતોએ જણાવ્યું કે યુવતીના મોતની સૂચના દુમકા પહોંચતા જ ત્યાં સ્થિતિ તણાવપૂર્ણ થઈ છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે દોષિતને ફાંસીની સજા આપવાની માંગણી સાથે નારેબાજી કરી અને વિરોધ પ્રદર્શન કર્યું. તેમણે જણાવ્યું કે વિરોધ પ્રદર્શન બાદ સ્થિતિને જોતા દુમકા શહેરમાં સીઆરપીસીની કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી છે. આ મામલે ગોડ્ડાથી ભાજપના સાંસદ ડો.નિશિકાંત દુબેએ ટ્‌વીટ કરીને કહ્યું કે ’કાશ દુમકાની દીકરી અંકિતાને અમે શાહરૂખ જેવા રાક્ષસથી બચાવી શકયા હોત. પોલીસ પ્રશાસનની ભૂમિકા સમાજ માટે ખતરનાક. મુસ્લિમ પદાધિકારી નૂર મુસ્તફાનું અપરાધીનો સાથ આપવો દેશ માટે ઘાતક.’ અત્રે જણાવવાનું કે ૨૩ ઓગસ્ટના રોજ લઘુમતી સમુદાયથી આવતા શાહરૂખે એકતરફી પ્રેમમાં નિષ્ફળતા મળતા પાડોશના વ્યવસાયી સંજીવ સિંહની ૧૯ વર્ષની પુત્રી અંકિતા પર મોડી રાતે સૂતી વખતે બારીમાંથી પેટ્રોલ નાખીને આગ લગાવી દીધી હતી. જેમાં તે ૯૦ ટકા દાઝી ગઈ. પોલીસે જણાવ્યું કે ઘટના બાદ અંકિતાને રાંચી સ્થિત રિમ્સમાં ખસેડાઈ હતી. જ્યાં કાર્યપાલક દંડાધિકારી ચંદ્રદીપ સિંહે તેનું નિવેદન લીધુ. જેને હવે પીડિતાનું મૃત્યુપૂર્વ અંતિમ નિવેદન ગણી લેવાયું છે. પોલીસે જણાવ્યું કે શાહરૂખ છેલ્લા કેટલાક સમયથી અંકિતાને પરેશાન કરી રહ્યો હતો અને જ્યારે તે પ્રેમ સંબંધ માટે રાજી ન થઈ તો આરોપીએ ધમકી આપી હતી કે, જો મારું કહ્યું નહીં માને તો તને મારી નાખીશ. પોલીસે આરોપી યુવક શાહરૂખની ધરપકડ કરીને તેને જ્યુડિશિલ કસ્ટડીમાં મોકલી દીધો છે. પ્રદર્શનકારીઓએ શાહરૂખ વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માંગણી કરી છે.

Related posts

રેલવે લાઈનને રામસેતુ સુધી લંબાવવાની કેન્દ્ર સરકારે પરવાનગી આપી

aapnugujarat

भारत एक हिंदू राष्ट्र नहीं है और ना ही कभी बन पाएगा : ओवैसी

aapnugujarat

डॉक्टरों से मारपीट मामला: हड़ताल को लेकर केंद्र ने सीएम ममता से मांगा जवाब

aapnugujarat

Leave a Comment

UA-96247877-1