Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ડ્રગ એલર્ટ દરમિયાન લગભગ ૨૫૧ દવાઓનાં સેમ્પલ ફેલ

હિમાચલ પ્રદેશમાં હ્રદયની બીમારી, એંટી બાયોટિક, કબજિયાત, હાડકાં અને ગેસ્ટિકના બનેલા ફાર્માસ્યુટિકલ્સના ૬ નમૂના નિષ્ફળ ગયા છે. જેના કારણે રાષ્ટ્રીય સ્તરે વધુ એક વખત હિમાચલની છબિ વખોડાઇ ગઇ છે. આ તમામ દવાઓનું ઉત્પાદન પ્રદેશનાં સૌથી મોટા ઔદ્યોગિક ક્ષેત્ર બી.બી.એનમાં થયુ છે. સેન્ટ્રલ દવા પ્રમાણભૂત નિયંત્રણ સંસ્થા (સીડીએસસીઓ)એ સમગ્ર દેશમાં આ મહિને ડ્રગ એલર્ટ જાહેર કર્યુ છે. સમગ્ર દેશમાં ૩૭ દવાઓનાં સેમ્પલ ફેલ થયા છે. જેમાથી ૬ દવાઓ હિમાચલમા બની છે. સી.ડી.એસ.સી.ઓએ આ દવાઓની ગુણવત્તા પર સવાલ ઉભો કરી દીધો છે. હવે આ કંપનીઓએ આ દવાઓને દેશભરનાં બજારોમાંથી પરત મંગાવવી પડશે. હિમાચલમાં જે દવાઓનાં સેમ્પલ ફેલ થયા છે. તેમાથી મોટા ભાગની દવાઓ હ્રદયની બીમારી, એંટી બાયોટિક, કબજિયાત હાડકાં અને ગેસ્ટિકની છે. સામાન્ય માણસ આ દવાનો ઉપયોગ હંમેશા કરે છે.સી.ડી.એસ.સી.ઓ દ્વારા દેશમાં દર મહિને ડ્રગ એલર્ટ જાહેર કરવામાં આવે છે. સી.ડી.એસ.સી.ઓ દ્વારા ગત ૮ મહિનાઓમાં જાહેર કરવામાં આવેલ ડ્રગ એલર્ટ દરમિયાન લગભગ ૨૫૧ દવાઓનાં સેમ્પલ ફેલ થયા છે. જેમાથી ૮૦ દવાઓનું ઉત્પાદન હિમાચલમાં થયુ છે અથવા એવું પણ કહી શકાય કે, દેશમાં જે દવાઓનાં સેમ્પલ ફેલ થયા છે તેમાથી દરેક ત્રીજી દવા હિમાચલની છે. ગત ૮ મહિનાથી દર મહિને ૭ દવાઓનાં સેમ્પલ ફેલ થઇ રહ્યાં છે.જાણકારી અનુસાર, મૈસર્જ આઇઓન હેલ્થ કેરની ડૂલેક્સનાં બેચ નંબર ટી. ૭૦૬૦૩૦૨, મૈસર્જ હનૂકેમ માનપૂરાની અજીથ્રોમાયસિન ઓરલ સસ્પેંશનનાં બેચ નંબર આઇ.ઓ.એલ ૧૬૧૦૦૪, મૈસર્જ અલ્ટ્રાટેક ફાર્માસ્યૂટિકલ ટિપરા બરોટીવાલાની ડોટોવ ૮૦નું બેચ નમ્બર યૂ.એલ.ટી ૧૦૨૭૧ અને યૂનિસન ફઆર્માસ્યૂટિકલ ઝાડમાજરીની મૈટોપ્રોલોલનાં બેચ નંબર યૂ.એમ.એકસ.ટી-૦૯નું સેમ્પલ ફેલ થઇ ગયુ છે.

Related posts

સ્મૃતિ ઇરાનીએ પોતાનું ગોત્ર જાહેર કર્યું

aapnugujarat

खाने की क्वॉलिटी को उच्च प्राथमिकता मिलेगी : रेलवे

aapnugujarat

राहुल पर पीएम मोदी का निशाना – बाबा साहेब से ज्यादा भोले बाबा याद आ रहे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1