Aapnu Gujarat
રાષ્ટ્રીય

રાજધાની , દુરંતો અને શતાબ્ધિ જેવી પ્રીમિયમ ટ્રેનોનાં ભાડા ઓફ સિઝનમાં ઘટશે

ભારતીય રેલ્વે ટૂંક સમયમાં રેલ્વે મુસાફરોને રાહત આપી છે. ટૂંક સમયમાંજ શતાબ્દી, રાજધાની અને દુરંતો જેવી પ્રીમિયમ ટ્રેનની ટિકીટ સસ્તી થઇ શકે છે. રેલ્વે મંત્રી પિયૂષ ગોયલે જણાવ્યું છે કે જે સમયે ટ્રેન પૂર્ણ રીતે બુક ન થાય તેમજ ઓફ સીઝન હોય છે, તે દરમિયાન ફ્લાઇટની જેમ ફ્લેક્સી-ફેયર સિસ્ટમ લાગૂ કરવામાં આવે. રેલ્વે મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે ફ્લેક્સી ફેયર સિસ્ટમી સમીક્ષા કરવામાં આવી રહી છે. ઓફ સીઝનમાં અને જ્યારે પણ ટ્રેનની દરેક ટિકીટ ન વેંચાય તો અમે ભાડામાં રાહત આપી શકીએ છીએ. ભારતીય રેલ્વે આ ટ્રેન માટે વર્ષ ૨૦૧૬માં ફ્લેક્સી ફેયર સિસ્ટમ લાગૂ કરી હતી. પરંતુ આ ફક્ત એક જ દિશામાં ચાલી રહ્યું છે. જેમા ભાડું સતત વધતુ રહે છે. એટલે કે ૧૦ ટકા ટિકીટ વેંચવા પર ૧૦ ટકા ભાડામાં વધારો થશે.રેલ્વેના આ પગલાંથી ૨૦૧૬ના સપ્ટેમ્બરથી લઇને ૨૦૧૭ના ઓગસ્ટ સુધી વધારાની ૫૪૦ કરોડ રૂપિયાની કમાણી થઇ છે.ઉલ્લેખનીય છે કે ફ્લેક્સી ફેયર સિસ્સટ હેઠળ ૧૦ ટકા સીટ બુક થયા બાદ ભાડું ૧૦ ટકા વધી જાય છે.૧૦-૫૦ ટકાની બુકિંગ પર ભાડામાં ૧૦ ટકા સુધીનો વધારો થાય છે. જ્યારે ૫૦ ટકા સીટ બુક થયા બાદ ભાડામાં ૫૦ ટકાનો વધારો થઇ શકે છે.

Related posts

राहुल के पूर्वज खुद को गलती से हिंदू बताते थे : आदित्यनाथ

aapnugujarat

માનહાની કેસમાં રાહુલ ગાંધીની 2 વર્ષની સજા યથાવત

aapnugujarat

हमारी पार्टी का ही होगा सीएम : राउत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1