Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બેેંકના નામે છેતરતી સંસ્થાઓથી બચવા આરબીઆઇએ શરૂ કર્યો હેલ્પલાઇન નંબર

રિઝર્વ બેેંક લોકોના બેેંક ખાતામાં થનારી છેતરપીંડીની ઘટનાઓને લઇને સાવચેત કરવા માટે એસએમએસ અભિયાન તથા મિસ્ડ કોલ હેલ્પલાઇનની શરૂઆત કરી છે. કેન્દ્રીય બેેંક દ્વારા લોકોને મોકલવામાં આવેલ એસએમએસમાં કહેવામાં આવ્યું છે કે મોટા પ્રમાણમાં નાણાં મળવાના નામ પર કોઇપણ પ્રકારની ચૂકવણી ન કરો.રિઝર્વ બેેંક કે તેના ગવર્નર ક્યારેય પણ આ પ્રકારના ઇ-મેઇલ,સંદેશ કે કોલ કરતી નથી. બેેંકે વિસ્તૃત જાણકારી અને મદદ માટે મિસકોલ હેલ્પલાઇન ૮૬૯૧૯૬૦૦૦૦ની પણ શરૂઆત કરી છે. આ નંબર પર મિસકોલ કર્યા બાદ ગ્રાહકને પરત કોલ આવે છે. જેમા તમે આ પ્રકારની ગતિવિધિના સંબંધમાં વિસ્તારથી જાણકારી આપવામાં આવે છે.આ કોલમાં સાઇબર સેલ અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવી સહિતની જાણકારી આપવામાં આવે છે. ઇ-મેઇલ કે કોલ દ્વારા લોકોને રિઝર્વ બેેંકથી ઇનામ કે લોટરી લાગવા જેવી લાલચ આપવાની ઘટનાઓ હાલમાં વધી છે. આ પ્રકારની ઘટનાઓમાં ઠગ લાલચ આપે છે અને લોટરી કે ઇનામના પૈસા આપવા માટે ફીની માંગ કરવામાં આવે છે.કેન્દ્રીય બેેંક મુજબ સામાન્ય રીતે ઠગ મોબાઇલ પર ફોન કે ટેક્સ્ટ મેસેજ અથવા ઇ-મેઇલ દ્વારા બેેંક ખાતાધારકોને રિઝર્વ બેેંકથી લોટરી મળવાનો મેસેજ મોકલે છે. તેમજ ઘણાં મામલામાં આ મેસેજ રિઝર્વ બેેંકના ગવર્નરના ઇ-મેઇલ જેવા દેખાતા કોઇ મેઇલ આઇડીથી મોકલવામાં આવ્યા છે.
આ ઇ-મેઇલમાં ગવર્નર દ્વારા લોટરીની રકમ માટે થોડાક પૈસા એક ખાતામાં જમા કરાવવા અથવા ઓનલાઇન ટ્રાન્ફર કરવાની અપીલ કરવામાં આવે છે. આ મામલામાં ઠગે એક ખાતાધારકને લોટરીની કરોડોની રકમ રિલીઝ કરવા માટે રૂપિયા જમા કરાવવા કહે છે. આ રકમને કોઇ ખાતમાં જમા કરાવવાની અપીલની સાથે સાથે ખાતાધારકથી તેના બેંક એકાઉન્ટ નંબર, આધાર અને પાન નંબર જેવી સૂચનાઓ પણ માંગવામાં આવે છે.જોકે આ હેલ્પલાઇન નંબર દ્વારા રિઝર્વ બેેંકે છેતરપિંડીના આવા મામલાને લઇને બેેંક ખાતાધારકોને સાવચેત કરવા કવાયત કરી છે. તેની સાથે જ જો કોઇ આ પ્રકારની છેતરપિંડીનો શિકાર થાય છે તો આ હેલ્પલાઇન નંબર પર તેની સૂચના કેન્દ્રીય બેેંકને આપવામાં આવી શકે છે. જેનાથી આ અંગે તપાસ કરી શકાય

Related posts

ઇઝરાયેલથી ડરી રહ્યું છે આઇએસ

aapnugujarat

राहुल गांधी दीपावली के बाद संभाल सकते हैं कांग्रेस की कमान

aapnugujarat

ભારતીય પાસપોર્ટની તાકાત ઘટી ગઈ !

aapnugujarat

Leave a Comment

UA-96247877-1