Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સ્મૃતિ ઇરાનીએ પોતાનું ગોત્ર જાહેર કર્યું

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પણ પોતાનું ગોત્ર જાહેર કર્યું છે. સ્મૃતિ ઇરાનીએ ટિ્‌વટર પર તેમના, તેમના પતિ અને બાળકોના ગોત્ર પૂછવા અંગે ખુલાસો કર્યો છે. સ્મૃતિએ જણાવ્યું કે તેમના પિતા હિન્દુ હતા અને તેમનું ગોત્ર કૌશલ હતું. આથી તેમનું ગોત્ર કૌશલ છે. તેમણે જણાવ્યું કે તેમના પતિ અને બાળકો પારસી છે, આથી તેમનું કોઇ ગોત્ર નથી.સ્મૃતિ ઇરાની એ ટિ્‌વટર પર પૂછેલા એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે મારું ગોત્ર કૌશલ છે જેમકે મારા પિતાનું છે, તેમના પિતાનું અને તેમના પિતાનું છેપ મારા પતિ અને બાળકો પારસી છે, આથી તેમનું ગોત્ર નથી. હું હિન્દુ ધર્મમાં વિશ્વાસ કરું છું, એટલે સેંથો પુરું છું. ત્યારબાદ તેમણે એક સ્પષ્ટીકરણ આપ્યું કે મારો ધર્મ હિન્દુસ્તાન છે, મારું કર્મ હિન્દુસ્તાન છે, મારી આસ્થા હિન્દુસ્તાન છે, મારો વિશ્વાસ હિન્દુસ્તાન છે.નોંધનીય છે કે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી દરમ્યાન ભાજપ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ગોત્ર પર નિશાન સાંધ્યા બાદ તેમણે સોમવારે પોતાના ગોત્રનો ખુલાસો કર્યો હતો. રાહુલ ગાંધીએ પુષ્કરમાં જગતપિતા બ્રહ્માજીના મંદિરમાં આ ખુલાસો કર્યો. પુષ્કરમાં દર્શન કર્યા બાદ ત્યાંના પૂજારીએ કોંગ્રેસ અધ્યક્ષને ગોત્ર પૂછયું તો તેમણે તરત જ તેનો જવાબ આપ્યો.રાહુલે જણાવ્યું કે તેઓ કૌલ (કાશ્મીરી) બ્રાહ્મણ છે અને દત્તાત્રેય તેમનું ગોત્ર છે. ત્યારબાદ પૂજારીએ મંદિરમાં પૂજા સંપન્ન કરાવી. આ પહેલાં રાહુલ ગાંધીના મંદિર-મંદિર દર્શન બાદ ભાજપ સતત પ્રહારો કરી રાહુલ પાસે જનોઇધારી હોવાનું પ્રમાણ માંગતી હતી, તો કોઇ ગોત્ર પૂછવા લાગ્યું. આ પહેલાં મધ્યપ્રદેશની ચૂંટણી દરમ્યાન ભાજપ પ્રવકતા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદ દરમ્યાન રાહુલ ગાંધી પર નિશાન સાંધતા પૂછયું હતું કે અમે રાહુલ ગાંધીને પૂછવા માંગીએ છીએ કે તમે જનોઇધારી છો? તમે કયા જનોઇધારી છો તમારું ગોત્ર કયું છે?

Related posts

कुछ भी हो जाए इस बार नीतीश कुमार को मुख्यमंत्री नहीं बनने देंगे : चिराग पासवान

editor

34 વર્ષ બાદ નવી શિક્ષણ નીતિને મંજૂરી, વાંચો નવી શિક્ષણ નીતિમાં શું ફેરફાર કરવામાં આવ્યા

editor

દાર્જિલિંગમાંથી ફોર્સ પરત ખેંચવા કેન્દ્રને મંજુરી મળી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1