Aapnu Gujarat
રાષ્ટ્રીય

34 વર્ષ બાદ નવી શિક્ષણ નીતિને મંજૂરી, વાંચો નવી શિક્ષણ નીતિમાં શું ફેરફાર કરવામાં આવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ યોજાયેલી કેબિનેટની બેઠકમાં નવી શિક્ષણ નીતિને મંજૂરી આપવામાં આવી હતી. 34 વર્ષ બાદ શિક્ષણ નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

સરકારે કહ્યું છે કે, વર્ષ 2035 સુધી ઉચ્ચ શિક્ષણમાં 50 ટકા એનરોલમેન્ટનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિ હેઠળ વિશ્વભરની મોટ યુનિવર્સિટી દેશમાં તેમના કેમ્પસ સ્થાપી શકશે. કેબિનેટે HRD (હ્યૂમન રિસોર્સ એન્ડ ડેવલપમેન્ટ) મંત્રાલયનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરવાની મંજૂરી આપી છે. આ નિર્ણય નવી શિક્ષણ નીતિના મુસદ્દામાં જે ભલામણો કરવામાં આવી હતી તેને અનુરૂપ છે.

આશરે 34 વર્ષ અગાઉ એટલે કે 1986માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તૈયાર કરવામાં આવી હતી. આશરે ત્રણ દાયકામાં તેમા કોઈ મોટા ફેરફાર કરવામાં આવ્યા નથી. તેની સમીક્ષા માટે વર્ષ 1990 અને વર્ષ 1993માં વિવિધ સમિતિઓની રચના પણ કરવામાં આવી હતી.

નવી શિક્ષણ નીતિ-2020

નવી શિક્ષણ નીતિ હેઠળ તમામ શાળામાં ધોરણ પાંચમા સુધી બાળકોને આપવામાં આવતા દિશા-સૂચનો માતૃભાષા એટલે કે સ્થાનિક ભાષામાં આપવામાં આવશે. જોકે આ બાબત ધોરણ-8 અથવા ત્યારપછીના ધોરણોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાગૂ પડશે નહીં.

નવી શિક્ષણ નીતિ 2020 હેઠળ તમામ સ્તરો પર સંસ્કૃત અને સેકન્ડરી સ્કૂલ સ્તર પર વિદેશી ભાષા પણ પ્રસ્તાપિત કરવામાં આવશે. જોકે, નીતિમાં એ સ્પષ્ટ છે કે કોઈ પણ ભાષા કોઈ પણ બાળક પર ફરજિયાત લાદવામાં નહીં આવે.

ધોરણ 10+2ના સ્ટ્રક્ચરને બદલે શાળાના બાળકો માટે અભ્યાસક્રમની પેટર્ન 5+3+3+4 પ્રમાણે લાગૂ કરવામાં આવેલ છે. તે હેઠળ 3-6 વર્ષના બાળકને એક જ પદ્ધતિથી ભણાવવામાં આવશે, જેથી તેના ફાઉન્ડેશન લિટરસીને ઉત્તેજન આપી શકાય.

ત્યારબાદ મિડલ સ્કૂલ એટલે કે ધોરણ 6-8માં સબ્જેક્ટનો ઈન્ટ્રોડક્શન કરાવવામાં આવશે. ફિઝિક્સ સાથે ફેશનના અભ્યાસને પણ મંજૂરી મળશે. ધોરણ-6થી બાળકોને કોડિંગ શિખવવામાં આવશે. શાળાકીય શિક્ષણમાં 6-9 વર્ષના બાળક સામાન્ય રીતે 1-3 ક્લાસમાં હોય છે, તેના માટે નેશનલ મિશન શરૂ કરવામાં આવશે, જેથી બાળક પાયાના શિક્ષણને સમજી શકે.

નવી શિક્ષણ નીતિ હેઠળ જે બાળક સંશોધનના ક્ષેત્રમાં જવા ઈચ્છે છે તેના માટે પણ 4 વર્ષનો ડિગ્રી પ્રોગ્રામ હશે. એવી જ રીતે જે લોકો નોકરીમાં જવા માંગે છે તેના માટે 3 વર્ષનો ડિગ્રી પ્રોગ્રામ હશે. સંશોધનમાં જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે એમફિલ કરવી જરૂર નહીં રહે.

નવી શિક્ષણ નીતિના અગત્યના મુદ્દા

ધોરણ 10+2 બોર્ડનું માળખુ રદ્દ કરાયુ

શાળાનું નવું માળખુ 5+3+3+4 રહેશે

ધોરણ-5 સુધી પ્રિ-સ્કૂલ, ધારણ 6થી 8 સુધી મિડ-સ્કૂલ, ધોરણ 8થી 11 હાઈ સ્કૂલ, ધોરણ-12થી સ્નાતક

કોઈ પણ ડિગ્રી માટે 4 વર્ષનો સમય રહેશે

ધોરણ-6થી વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો ઉપલબ્ધ

ધોરણ-8થી ધોરણ-11 સુધી વિદ્યાર્થીઓ વિષયોની પસંદગી કરી શકશે.

તમામ સ્નાતક અભ્યાસક્રમ મુખ્ય અને ગૌણ રહેશે જેમ કે- વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી મુખ્ય વિષય તરીકે ફિઝિક્સ અને ગૌણ તરીકે સંગીત રાખી શકે છે. તે કોઈ પણ કોમ્બિનેશનની પસંદગી કરી શકશે.

તમામ ઉચ્ચ શિક્ષણનું સંચાલન ફક્ત એક સત્તામંડળ દ્વારા જ થશે

UGC AICTEનું વિલિનીકરણ કરવામાં આવશે.

સરકારી, ખાનગી, ઓનલ, ડિમ્ડ, વ્યવસાયલક્ષી વગેરે તમામ યુનિવર્સિટીઓ એક સમાન ગ્રેડિંગ તથા નિયમો ધરાવશે.

દેશમાં તમામ પ્રકારના શિક્ષકો માટે નવા શિક્ષક તાલીમ બોર્ડની રચના કરવામાં આવશે. રાજ્ય તે બદલી શકશે નહીં.

કોઈ પણ કોલેજને સમાન માન્યતાના સ્તર રહેશે, જે તેની રેટિંગ કોલેજના આધારે સ્વાયતતાને લગતા અધિકારો તથા ફંડ્સ મેળવશે.

બાળકને શિખવવા માતાપિતા માટે સરકાર દ્વારા નવા પાયાગત અભ્યાસ કાર્યક્રમ તૈયાર કરવામાં આવશે, જે ઘરે 3 વર્ષ સુધી શિખવી શકાશે તેમ જ પ્રિ-સ્કૂલ 3થી 6 વર્ષના બાળકો માટે હશે.

કોઈ પણ અભ્યાસક્રમમાં બહુવિધ પ્રવેશ તેમ જ તેમાંથી બહાર થવાના વિકલ્પ રહેશે.

પ્રત્યેક વર્ષ વિદ્યાર્થીને સ્નાતક માટે ક્રેડિટ સિસ્ટમ હશે,જેના મારફતે તે ક્રેડિટ્સ મેળવશે અને તેના મારફતેે તે અભ્યાસક્રમમાં બ્રેક લેવા તેનો ઉપયોગ કરી શકે છે તેમ જ અભ્યાસક્રમને પૂર્ણ કરવા પરત આવી શકશે.

તમામ શાળાકીય પરીક્ષા સેમેસ્ટર પ્રમાણે હશે અને તે એક વર્ષમાં બે વખત રહેશે.

કોઈ પણ ચોક્કસ વિષયની અગત્યની જાણકારી કે માહિતી સુધી સિલેબસ (અભ્યાસક્રમ)ને ઘટાડવામાં આવશે.

વિદ્યાર્થીના પ્રેક્ટિકલ તથા એપ્લિકેશન નોલેજ પર વિશેષ ધ્યાન અપાશે

કોઈ પણ વિદ્યાર્થી સ્નાતકનો એક વર્ષનો અભ્યાસક્રમ પૂરો કરશે તો તે તેને બેઝિક સર્ટીફિકેટ મળશે. જો તે બે વર્ષ પૂર્ણ કરશે તો તેને ડિપ્લોમાં સર્ટીફિકેટ મળસે અને સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરો કરશે તો તેને ડિગ્રી સર્ટીફિકેટ આપવામાં આવશે.

યુનિવર્સિટીનું દરેક અભ્યાસ ક્રમ પર ચોક્કસ મર્યાદા સાથે એક સત્તામંડળ દ્વારા સંચાલન કરવામાં આવશે.

Related posts

दिल्ली के किराड़ी इलाके में लगी आग, 9 लोगों की मौत

aapnugujarat

ઉત્તરપ્રદેશમાં રાજ્યસભા માટેના ૧૦ ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા

editor

ટીએમસીને આરજેડી નેતા તેજસ્વીનુ સમર્થન

editor

Leave a Comment

UA-96247877-1