Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ચીને પ્રથમ વખત પીઓકેને ભારતના ભાગ તરીકે દર્શાવ્યું

ચીને પ્રથમ વખત પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરને નકશામાં ભારતના ભાગ તરીકે દર્શાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારત લાંબા સમયથી ચીન સમક્ષ આ વાતની માગ કરતું આવ્યું છે.
ચીનની સરકારી ટેલીવિઝન ચેનલે ગત શુક્રવારે પાકિસ્તાનમાં ચીનના દુતાવાસ પર થયેલા આતંકવાદી હુમલા અંગેનો અહેવાલ દર્શાવ્યો હતો. આ દરમિયાન દર્શાવાયેલા નકશામાં પીઓકેને ભારતના ભાગ તરીકે બતાવવામાં આવ્યુ હતું.જોકે હજી એ સ્પષ્ટ થયું નથી કે, ચીનની સરકારે સમજી વિચારીને આ નકશો દર્શાવવાની મંજુરી આપી હતી કે ભૂલથી આ નકશો બતાવાઈ ગયો હતો. કારણકે ચીનની સરકારના ધ્યાન બહાર ચીનની સરકારી ટીવી ચેનલ માટે આવો નકશો દર્શાવવો શક્ય નથી.
બીજી તરફ જી-૨૦ સમિટમાં વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ફરી મુલાકાત થવાની શકયતા છે. આ મુલાકાત જો થઈ તો વર્ષમાં બંને દેશના વડાઓની આ ચોથી મુલાકાત હશે.
ચીને ઁપીઓકેમાં ઈન્ફ્રાસ્ટ્ર્‌કચર પ્રોજેક્ટસમાં ભારે ઈન્વેસ્ટમેન્ટ કરેલુ છે. બીજી તરફ ઁપીઓકેમાંથી પસાર થનારા ચીન પાકિસ્તીન ઈકોનોમિક કોરિડોર પર ભારત વાંધો ઉઠાવી ચુક્યુ છે.

Related posts

ભારતની એનએસજી માટેની બિડ ‘વધુ કોમ્પ્લિકેટેડ’, સમર્થન નહીં કરીએઃ ચીન

aapnugujarat

ईरान के पास कभी नहीं होगा परमाणु हथियार : ट्रंप

aapnugujarat

Sudan urges UN Security Council to withdraw, ensure all peacekeepers leave Darfur by June 2020

aapnugujarat

Leave a Comment

UA-96247877-1