Aapnu Gujarat
રાષ્ટ્રીય

છત્તીસગઢ સરહદ પર નક્સલવાદીઓ અને સુરક્ષા દળ વચ્ચે એન્કાઉન્ટરમાં ૮ નક્સલી ઠાર

છત્તીસગઢની નજીક આવેલ તેલંગાના સીમા પર ગુરૂવારે સવારે ભદ્રાદી જિલ્લાનાં નૈલામડગુનાં જંગલોમાં સુરક્ષાબળો અને નકસલીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું જેમાં સુરક્ષાબળોનાં જવાનોએ ૮ નક્સલીઓને ઠાર માર્યા છે. ડીજીપીએ આ એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે.  તેલંગાનાનાં ડીજીપી મહેન્દ્ર રેડ્ડીએ જાણકારી આપતા કહ્યું કે,’એન્કાઉન્ટરમાં આપણા જવાનોને કોઇ નુક્શાન નથી પહોંચ્યુ. ઘટનાસ્થળેથી ૮ માઓવાદીઓની લાશોની સાથે ભારે માત્રમાં હથિયાર મળી આવ્યા છે. બુધવારે જ સરકારનાં આંતરિક સલાહકારે નક્સલવાદ પ્રભાવિત કોટા ક્ષેત્રનો પ્રવાસ કર્યો હતો’. આ એન્કાઉન્ટરને તેમના પ્રવાસ સાથે જોડીને દેખવામાં આવી રહ્યું છે.ડીજીપીએ વધુમાં જણાવ્યું કે,’અમારા જવાનોને ખુબ લાંબા સમયથી માઓવાદીયોની ગતિવિધિયોની સંદિગ્ધ સૂચના મળી રહી હતી. ગુરૂવારની સવારે સુરક્ષાબળોની ટીમ રોજમદારની પરેડ માટે નીકળી હતી. ટીમ જ્યારે નૈલામડગુનાં જંગલોમાં પહોંચી, ત્યાં પહેલાથી જ ઘાત લગાવીને બેસેલા નક્સલીયોએ જવાનો પર ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધુ હતું જેના પછી જવાનોએ જવાબી ફાયરિંગ કર્યુ હતું.’તેમણે આગળ કહ્યું કે, સેના દ્વારા ખુબ લાંબા સમય સુધી ફાયરિંગ કર્યા બાદ નક્સલીયોની હિમ્મત જવાબ આપી ગઇ હતી. કેટલાક નક્સલીઓ જંગલ તરફ ભાગવામા સફળ રહ્યા હતાં. બાદમાં જ્યારે જવાનોએ સમગ્ર વિસ્તારને સર્ચ કરવાનું શરૂ કર્યુ, તો ત્યાંથી ૮ નક્સલીઓની લાશ મળી અને તેમના રોજિંદા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ સાથે ભારે માત્રામાં હથિયારો મળી આવ્યા હતાં. સેના હાલમાં પણ સમગ્ર વિસ્તારમાં સર્ચ કરી છે’.

Related posts

हिंदुस्तानी मुसलमानों के लिए भारत जैसा देश और नरेंद्र मोदी जैसा नेता नहीं मिल सकता : हुसैन

aapnugujarat

HM Amit Shah to hold meeting with all ATS Chiefs including NSA Ajit Doval on Oct 14-15

aapnugujarat

११ जून से आंदोलन कर सकते हैं छत्तीसगढ़ के किसान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1