Aapnu Gujarat
બિઝનેસ

૧૦ પૈકીની ૫ કંપનીની મૂડી ૫૭૩૩૩ કરોડ રૂપિયા ઘટી

શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિાયન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની પાંચ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે નોંધપાત્ર ઘટાડો થયો છે. આ પાંચ કંપનીઓની માર્કેટ મૂડીમાં ૫૭૩૩૩.૫૫ કરોડનો ઘટાડો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો થયો છે. આરઆઈએલ, આઈટીસી, એચડીએફસી, મારુતિ સુઝુકી, ઓએનજીસીની માર્કેટ મૂડીમાં શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન સૌથી વધુ ઘટાડો થયો છે. જ્યારે ટીસીએસ, એચડીએફસી બેંક, હિન્દુસ્તાન યુનિલીવર, ઇન્ફોસીસ અને કોટક મહિન્દ્રા બેંકની માર્કેટ મૂડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આરઆઈએલની માર્કેટ મૂડી છેલ્લા સપ્તાહ દરમિયાન ૩૯૯૦૮.૪૫ કરોડ ઘટીને ૫૯૧૬૫૩.૦૫ કરોડ થઇ ગઇ છે. એચડીએફસીની માર્કેટ મૂડી ૧૦૫૮૨.૪૨ કરોડ ઘટીને ૩૧૧૪૮૨.૬૯ કરોડ થઇ ગઇ છે. મારુતિ સુઝુકીની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન ઘટાડો થતાં તેની સંપત્તિ ૨૫૭૧૪૭.૧૬ કરોડ થઇ છે. ઓએનજીસીની માર્કેટ મૂડી ૨૮૮૭.૪૭ કરોડ ઘટીને ૨૩૭૪૭૯.૦૨ કરોડ થઇ છે. આવી જ રીતે આઈટીસીની માર્કેટ મૂડીમાં ૨૧૩૫.૭૪ કરોડનો ઘટાડો થતાં તેની માર્કેટ મૂડી ૩૪૪૩૪૪.૧૮ કરોડ થઇ ગઇ છે. એચયુએલની માર્કેટ મૂડીમાં નોંધપાત્ર વધારો થયો છે. તેની માર્કેટ મૂડી આ ગાળામાં વધીને ૩૪૭૨૧૨.૦૬ કરોડ થઇ ગઇ છે. ટીસીએસની માર્કેટ મૂડીમાં ૭૯૯૨.૧૫ કરોડનો વધારો થતાં તેની માર્કેટ મૂડી વધીને હવે ૬૭૦૪૫૦.૫૧ કરોડ થઇ ગઇ છે. કોટક મહિન્દ્રા બેંકની માર્કેટ મૂડી ૫૪૮૮.૬૪ કરોડ વધીને ૨૪૬૬૫૪.૯૨ કરોડ થઇ ગઇ છે. ઇન્ફોસીસની માર્કેટ મૂડી આ ગાળા દરમિયાન ૬૦૦.૬૩ કરોડ વધીને ૨૫૮૫૪૬.૦૪ કરોડ થઇ ગઇ છે. ટોપ ટેન કંપનીઓની વાત કરવામાં આવે તો ટીસીએસ પ્રથમ ક્રમાંક ઉપર છે જ્યારે આરઆઈએલ, એચડીએફસી બેંક ત્રીજા સ્થાન ઉપર છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સેંસેક્સમાં ૬૮૭ પોઇન્ટનો ઘટાડો થયો હતો.

Related posts

સેંસેક્સમાં ૮૫ પોઈન્ટનો ઘટાડો

aapnugujarat

कास्टिक सोडा और सोडा ऐश पर आयात शुल्क 12.5% करने की मांग

aapnugujarat

૧૦ કંપનીઓ પૈકીની ૬ની મૂડી ૪૮,૩૭૨ કરોડ વધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1