Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અનંતનાગમાં ઇસ્લામિક સ્ટેટના ચાર આતંકીઓ મોતને ઘાટ ઉતારી દેવાયા

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળોએ જોરદાર કાર્યવાહી કરીને ચાર ખતરનાક ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. તેમની પાસેથી મોતનો મસાલો પણ જપ્ત કરવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરના અનંતનાગના શ્રીગુફારા વિસ્તારમાં ત્રાસવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભીષણ અથડામણ થઇ હતી. ઠાર મરાયેલા ત્રાસવાદીઓના ઇસ્લામિક કનેક્શન હોવાના સમાચાર મળ્યા છે. ઇસ્લામિક સ્ટેટ સાથે કનેક્શન હોવાના અહેવાલથી ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
જમ્મુ કાશ્મીરના ડીજીપી એસપી વૈદ્યએ આતંકવાદીઓના ઇસ્લામિક સ્ટેટ ઓફ જમ્મુ કાશ્મીર સાથે સંબંધિત હોવાની શંકા વ્યક્ત કરી છે એમ કહેવામાં આવી રહ્યું છે કે, માર્યા ગયેલા ત્રાસવાદી કાશ્મીરના નિવાસી હતી. આ એન્કાઉન્ટરમાં ઇસ્લામિક સ્ટેટ ઓફ જમ્મુ કાશ્મીર સાથે સંબંધિત હોવાની શંકા વ્યક્ત કરી છે. માર્યા ગયેલા ત્રાસવાદી કાશ્મીરના નિવાસી હોવાનું જાણવા મળ્યું છે. ઇસ્લામિક સ્ટેટ જમ્મુ કાશ્મીરમાં પગ જમાવવાના પ્રયાસમાં છે તેવા અહેવાલ વધુ મજબૂત બન્યા છે. ઠાર મરાયેલા ત્રાસવાદીઓના ઇસ્લામિક સ્ટેટ ઓફ જમ્મુ કાશ્મીરના લીડર દાઉદનો પણ સમાવેશ થાય છે. અત્રે નોંધનીય છે કે, આ પહેલા ગયા વર્ષે નવેમ્બરમાં જમ્મુ કાશ્મીરના જકુરામાં એક હુમલાની જવાબદારી ત્રાસવાદી સંગઠને સ્વીકારી હતી. રમજાન દરમિયાન યુદ્ધ વિરામની જાહેરાત કરાયા બાદ હિંસા વધી ગઇ હતી. ત્રાસવાદી હુમલા વધી ગયા હતા. પથ્થરબાજીની ઘટના વધી ગઇ હતી. લોકોના દેશભરમાં આક્રોશ બાદ આખરે સરકારે યુદ્ધવિરામની અવધિનો અંત લાવી દીધો છે. સાથે સાથે જમ્મુ કાશ્મીરમાં પીડીપી સાથે ગઠબંધન તોડી નાંખતા રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવ્યુ છે. હવે કાર્યવાહી વધારે તીવ્ર કરવામાં આવી રહી છે.
જમ્મુ કાશ્મીરમાં હાલ આશરે ૨૧૦ ત્રાસવાદીઓ સક્રિય થયેલા છે. મોટાભાગના ત્રાસવાદીઓ દક્ષિણ કાશ્મીરમાં સક્રિય થયેલા છે. જો કે, આ ત્રાસવાદીઓ સેનાના નિશાના પર છે. ૨૧૦ આતંકવાદીઓના આ આંકડાને ઓછો માની ન શકાય પરંતુ એક સમયે આંકડો ૨૫૦ સુધી પહોંચી ગયો હતો. અત્યારે સક્રિય આતંકવાદીઓમાં ૬૫ ટકા સ્થાનિક આતંકવાદીઓ છે. તો ૩૫ ટકા વિદેશી આતંકવાદી છે. એટલે કે, પાકિસ્તાનથી આવેલા આતંકવાદી છે. જેમાં મોટી સંખ્યા હિઝબુલ મુઝાહીદ્દીન આતંકવાદીઓની છે જેમની સંખ્યા આશરે ૬૨થી ૬૪ ટકા થવા જાય છે.લશ્કરે તોઇબા અને જૈશે મોહમ્મદના આતંકવાદીઓની ટકાવારી કુલમળી ૩૫ ટકા થવા જાય છે.
એજીયુ અને અલબદરના આતંકવાદીઓ ગણ્યા ગાંઠ્યા જ છે. અગાઉ સ્થાનિક આતંકવાદીઓ અને વિદેશી આતંકવાદીઓનો રેશિયો ૬૦ઃ૪૦નો હતો પરંતુ છેલ્લા કેટલાક સમયમાં પાકિસ્તાનથી થઇ રહેલી આતંકવાદીઓની ઘુસણખોરી પર લગામ કસવાના કારણે તેમાં ઘટાડો નોંધાયો છે તેથી કાશ્મીરમાં સ્થિત આતંકવાદીઓમાં હાલ સ્થાનિક આતંકવાદીઓની પાંચ ટકા સંખ્યા વધી ગઈ છે. ગત વર્ષે ૧૨૮ જેટલા સ્થાનિક યુવકોએ આતંકવાદને અપનાવી લીધો હતો તેની સામે અત્યાર સુધીમાં આ વર્ષે ૫૫ લોકો આતંકવાદી સંગઠનમાં જોડાઈ ગયા છે. ત્રાસવાદીઓનો ખાતમો કરવાની બાબત સેના માટે હવે પડકારરૂપ છે.

સુરક્ષા દળોની હિટલિસ્ટમાં ૩૦૦ ત્રાસવાદીઓનાં નામ
જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદીઓ સામે ઓપરેશન ઓલઆઉટ-૨ વિધિવતરીતે શરૂ કરી દેવામાં આવ્યું છે. સેના અને સુરક્ષા દળોએ આતંકવાદીઓની સામે ઓપરેશન ઓલઆઉટ-૨ શરૂ થયા બાદ સુરક્ષા દળોની યાદીમાં આશરે ૩૦૦ ત્રાસવાદીઓના નામ છે. આ ૩૦૦ ત્રાસવાદીઓની લિસ્ટમાં આશરે ૧૦ આતંકવાદીઓને સૌથી ખતરનાક યાદીમાં મુકવામાં આવ્યા છે જે આતંકવાદીઓને ટોપ લિસ્ટમાં રાખવામાં આવ્યા છે તેમાં એવા આતંકવાદીઓ પણ સામેલ છે જે પત્રકાર સુજાજ બુખારી અને સેનાના જવાબન ઔરંગઝેબની હત્યામાં સામેલ રહ્યા છે. ઓપરેશન ઓલઆઉટ-૧ દરમિયાન ૨૦૦થી વધુ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. દરમિયાન બીએસએફ દ્વારા એનએસજીના કમાન્ડો પણ ચોક્કસ વિસ્તારમાં તૈનાત કરવામાં આવી રહ્યા છે. આ એનએસજીના કમાન્ડો જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરીના પ્રયાસ કરી રહેલા ત્રાસવાદીઓ સામે નક્કર પગલા લેવા આગળ વધશે. રમઝાનના ગાળા દરમિયાન આતંકવાદ વિરોધી ઓપરેશન ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો પરંતુ હવે ત્રાસવાદીઓ સામે આક્રમક કાર્યવાહી શરૂ થઇ છે.

Related posts

Shashi Tharoor gets bail from Delhi court over his alleged ‘scorpion’ remarks referring PM Modi

aapnugujarat

કેરાલામાં સીપીએમના ૯૮ કાર્યકરો ભાજપમાં જોડાયા

editor

સામાન્ય ચૂંટણી પૂર્વે કેન્દ્રિય કર્મીઓનો પગાર વધી શકે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1