Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોંગ્રેસમાં અધ્યક્ષ પદ માટે ચૂંટણી થશે તો પાર્ટી તૂટી જશે : નિરુપમ

કોંગ્રેસ નેતાઓને ડર છે કે પાર્ટીમાં અધ્યક્ષ પદ માટેની ચૂંટણી થશે તો પાર્ટી તૂટી શકે છે. પાર્ટી નેતા સંજય નિરુપમે આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે પાર્ટીમાં ચૂંટણી થશે તો લોકપ્રિયતાના કારણે જીતશે તો રાહુલ ગાંધી જ પરંતુ તેનાથી પાર્ટીમાં મોટા ભાગલા પડી શકે છે. તેમણે ટ્‌વીટ કરીને આ મામલે પોતાનું મંતવ્ય કરતા અધ્યક્ષ પદ માટે પાર્ટીમાં ચૂંટણી કરવાની વાતની વકીલાત કરનારા નેતાઓ પર પ્રહાર કર્યા છે.કોંગ્રેસ નેતા સંજય નિરુપમે ટ્‌વીટ કરીને કહ્યું કે, કોંગ્રેસમાં કેટલાક નેતાઓ જે સંગઠનાત્મક ચૂંટણીની વાત કરી રહ્યા છે. હું તે લોકોને પૂછવા માંગુ છું કે દેશમાં અત્યાર સુધીમાં કેટલા રાજનૈતિક પક્ષોમાં આવી રીતે ચૂંટણી કરીને પાર્ટી અધ્યક્ષની પસંદગી કરવામાં આવી છે? આજના સમયમાં કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીનું આયોજન કરવું ઘાતકી છે. તેમજ જો પાર્ટીમાં ચૂંટણી યોજાશે તો લોકપ્રિયતાના કારણે જીતશે તો રાહુલ ગાંધી જ, તે તો નક્કી જ છે. પરંતુ તેનાથી પાર્ટીમાં મોટા ભાગલા પડી જશે. નોંધનીય છે કે તાજેતરમાં જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, જો પાર્ટીમાં આંતરીક ચૂંટણી યોજવામાં નહીં આવે તો આગામી ૫૦ વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટીને વિપક્ષમાં જ બેસવું પડશે જે લોકો આ ચૂંટણીનો વિરોધ કરી રહ્યા છે તેમને ડર છે કે જો ચૂંટણીનું આયોજન કરવામાં આવશે તો તેઓ જે પદ પર છે તે તેમની પાસેથી છીનવાઈ જશે. તેમણે વધુ એક વાત પર ભાર મુકતા કહ્યું કે, જે લોકો અત્યાર સુધી આવા પદ માટે ચૂંટાયા નથી તેવા લોકોના નેતૃત્વથી પણ પાર્ટીનું ભવિષ્ય સુધરી શકશે.

Related posts

પતંજલિ આર્યુવેદની શરતો માનવા યોગી સરકાર તૈયાર

aapnugujarat

દેશમાં કોરોના વિસ્ફોટ, એક દિવસમાં ૯૩,૨૪૯ નવા કેસ

editor

સુષ્માની પાક.અધિકૃત કાશ્મીરમાં રહેતા યુવકને વિઝા આપવા જાહેરાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1