Aapnu Gujarat
ગુજરાત

જેઈઈ – નીટની પરીક્ષા મુલતવી રાખવા પંચમહાલ કોંગ્રેસ સમિતિની માંગ

પંચમહાલ જિલ્લાનાં વડામથક ગોધરા ખાતે આવેલાં કોંગ્રેસના મુખ્ય કાર્યાલય ખાતે આજે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભટ્ટીની આગેવાની હેઠળ કોવિડ ૧૯ વૈશ્વિક મહામારીને લીધે જેઈઈ અને નીટની પરીક્ષાઓ વિદ્યાર્થીઓનાં હિતમાં મુલતવી રાખવા તેમજ વિદ્યાર્થીઓને છ મહિનાની ફી માફીની માંગ સાથે સોશિયલ ડિસ્ટન્સ રાખીને વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા માંગ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રદેશ મંત્રી રફીક તિજોરીવાલા, વિવિધ સેલના સંગઠનના અગ્રણીઓ હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

૯.૬૧ લાખ કર્મચારી-પેન્શનરોને ૩ મહિનાના મોંઘવારી ભથ્થાનું એરિયર્સ ચૂકવાશે

editor

મહીસાગર જિલ્લાના સંતરામપુર, બાલાસિનોર અને ખાનપુર તાલુકાઓમાં ગ્રામ્ય કક્ષાના “સેવા સેતુ” કાર્યક્રમ ૨૨ સપ્ટેબર-૧૭ ના રોજ યોજાયા

aapnugujarat

बिना मास्क घूमने वालों पर कड़ी कार्रवाई

editor

Leave a Comment

UA-96247877-1