Aapnu Gujarat
Uncategorized

જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણી પરિણામ આવ્યું

આજે જેતપુર નવાગઢ નગરપાલિકાની અઢી વર્ષ માટેની ચુંટણી યોજાઈ હતી જેમાં ભાજપના કુલ ૨૯, કોંગ્રસના ૩ સભ્યો ચૂંટાયા છે. પ્રમુખ તરીકે કુસુમબેન સુખરેલિયા રિપિટ થયા છે. ઉપપ્રમુખ તરીકે ભાજપના જ રાજેશ ઉસદડીયા પણ બિનહરીફ ચૂંટાયા છે. કારોબારી ચેરમેન તરીકે જયસુખભાઈ ગુજરાતી ચૂંટાઈ આવ્યાં છે.
આ તકે રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, ગુજરાત પ્રેદશ ભાજપ ઉપપ્રમુખ જસુમતી કોરાટ, રાજકોટ જિલ્લા ડેપ્યુટી કલેકટર રાજેશ આલ ઉપસ્થિત રહ્યાં હતાં. કેબિનેટ મંત્રી રાદડિયાએ નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને શુભેચ્છા પાઠવી હતી.

(તસવીર / વિડિયો / અહેવાલ :- જયેશ સરવૈયા, જેતપુર)

Related posts

એકલિંગી સેનાના અધ્યક્ષ દેવરાજ રાઠોડે જુનાગઢ રોપવે કંપનીને આપી ચિમકી

editor

કૉંગ્રેસ દ્વારા તાલાળા મુકામે ખેડૂત સંમેલન અને તાલાલાના ધારાસભ્યના કાર્યાલયના ઉદ્દઘાટનનો કાર્યક્રમ

aapnugujarat

તલાટીમાં નોકરી અપાવવાનું કહી ૩૦ લાખની છેતરપિંડી : રાજકોટના બે અને ધ્રાંગધ્રાનો એક યુવક ઠગાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1