Aapnu Gujarat
શિક્ષણ

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ

મહામારી કોરોનાને પગલે હાલ ઓનલાઈન અભ્યાસ ચાલી રહ્યો છે, પરંતુ અમદાવાદની સ્થિતિ થોડી સુધરતા ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન પરીક્ષાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આજે આ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ૨૧ ઓગસ્ટથી શરૂ થનારી ઓફલાઇન પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ઓફલાઇન પરીક્ષાની નવી તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા માટે વિકલ્પ પસંદ કરી શકશે.આ પહેલા ગુજરાત યુનિવર્સિટીએ સાયન્સ, કોમર્સ, આર્ટસ, લો,એજ્યુકેશન વિદ્યા શાખાની યુજી-પીજીની વિવિધ પરીક્ષાઓની તારીખોની જાહેરાત કરી હતી. જે મુજબ યુજી અને પીજી વિદ્યાશાખાની પરીક્ષાઓ બે તબક્કાઓમાં ૨૧મી ઓગસ્ટ અને ૩૧મી ઓગસ્ટથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. સવારે ૧૦થી ૧૨ અને બપોરે ત્રણથી પાંચ એમ બે તબક્કામાં પરીક્ષા યોજાવાની હતી.આ પહેલા જુલાઈમાં ગુજરાતની તમામ યુનિવર્સિટીની પરીક્ષા ૩૦ સપ્ટેમ્બર સુધીમાં પુરી કરી લેવા રાજ્યના શિક્ષણ વિભાગે આદેશ કર્યો હતો. સાથે સાથે યુજીસી અને રાજ્યની કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પરીક્ષાનું આયોજન કરવા જણાવ્યું છે,આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને ઓનલાઇન અને ઑફલાઈનના બે વિકલ્પ આપવા પણ સૂચન કર્યું હતું.

Related posts

શૈક્ષણિક સંસ્થાઓમાં એડમિશન અને નોકરીઓમાં મરાઠા અનામત પર સુપ્રીમે રોક લગાવી

editor

સાબરમતી જેલમાં જર્નાલિઝમ અભ્યાસક્રમ શરૂ કરવા તૈયારી

aapnugujarat

અમદાવાદ ઝોનની વધુ ૩૩ શાળાની પ્રોવીઝનલ ફી જાહેર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1