Aapnu Gujarat
શિક્ષણ

શૈક્ષણિક સંસ્થાઓમાં એડમિશન અને નોકરીઓમાં મરાઠા અનામત પર સુપ્રીમે રોક લગાવી

શિક્ષણ સંસ્થાનોમાં એડમિશન અને નોકરીઓમાં મરાઠા અનામત પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટની બેચે કહ્યું કે, હાલ તેને મંજુરી નહી આપી શકાય. આ કેસ પર મોટી બેંચ તરફથી નિર્ણય કરવામાં આવશે, જેનું ગઠન મુખ્ય ન્યાયધિશ તરફથી કરવામાં આવશે. કોર્ટે તે પણ સ્પષ્ટ કર્યું કે, આ આદેશની અસર પોસ્ટ ગ્રેજ્યૂએટ મેડિકલ કોર્સિસના એડમિશન પર નહી થાય જે પહેલા જ થઈ ચુક્યા છે.
કેસની સુનવણી કરતા જસ્ટીસ એલ. એન. રાવના નેતૃત્વવાળી બેંચે કહ્યું કે, આ નિર્ણયથી અત્યાર સુધી આ ક્વોટાનો લાભ લઈ ચુકેલા લોકોના સ્ટેટસ પર કોઈ અસર નહી થાય. કોર્ટના આ આદેશથી તે લોકોને રાહત મળી છે. જેમને ગત લગભગ બે વર્ષોમાં અત્યાર સુધીમાં આ ક્વોટાનો લાભ મળ્યો હતો.
કોર્ટના આ નિર્ણયથી હાલના શૈક્ષણિક સત્રના વિદ્યાર્થીઓના ક્વોટાનો ફાયદો નહી મળી શકે. બેંચે કહ્યું, હાલ તેના પર રોક લગાવવામાં આવે છે અને બંધારણીય બેંચ દ્વારા તેની માન્યતા નક્કી કરવામાં આવશે. બંધારણીય બેંચનો અર્થ ૫ કે તેનાથી વધારે જજોની બેંચ, જેના પર ચીફ જસ્ટીસ એસ.એ.બોબડે નિર્ણય લેશે.
ઉલ્લેખનિય છે કે, મહારાષ્ટ્રમાં ૨૦૧૮માં તત્કાલિન ભાજપ સરકારના નેતૃત્વમાં સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ એક્ટને મંજુરી આપી દેવામાં આવી હતી. આ કાયદા હેઠળ મરાઠા સમુદાયોને પછાત વર્ગમાં સામેલ કરતાર્ ંમ્ઝ્ર રિઝર્વેશનનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
આ પહેલા જુન ૨૦૧૯માં બોમ્બે હાઈકોર્ટે કાયદાની માન્યતાને યથાવત્‌ રાખી હતી જો કે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, નોકરીઓમાં આ ક્વોટા ૧૨%થી વધારે હોવો જોઈએ નહી, આ સિવાય શૈક્ષણિક સંસ્થાનોમાં એડમિશન માટે તેની લિમિટ ૧૩% નક્કી કરવી જોઈએ.

Related posts

ુવડોદરામાં ૧૮ જૂને વડાપ્રધાન મોદીના હસ્તે વિશ્વવિદ્યાલયના સંકુલનું શિલાન્યાસ કરાશે

aapnugujarat

ટેકનિકલ કોર્સ ચલાવતી ૧૨૧ સંસ્થામાં ૧૫ ટકાનો ફી વધારો

aapnugujarat

આરટીઈ હેઠળ બાળકોને પ્રવેશ નહીં અપાય તો આંદોલન કરવા હાર્દિકની ચિમકી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1