Aapnu Gujarat
ગુજરાત

કડી પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ડી.ડી.સોઢાએ ચાર્જ સંભાળ્યો

ડી.ડી.સોઢાએ કડી પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે, તેમણે ગાંધીનગર આઈ.બી. વિભાગમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરેલ છે. હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીને ધ્યાનમાં લઈને અને કડી શહેરમાં દિવસે ને દિવસે વધતાં જતા કોરોના કેસ ને લઈ જાહેર જનતાને પી.આઈ. ડી.ડી.સોઢા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે બહાર નીકળતી વખતે મોંઢા ઉપર માસ્ક અવશ્ય પહેરવું. આ સાથે અલગ અલગ વિસ્તારના વેપારી મિત્રોને પણ પોતાના ધંધાના સ્થળે વધુ લોકોને ભેગા નહીં થવા દેવા અને દુકાનની બહાર સોશ્યલ ડિસ્ટન્સ જળવાય રહે તેનું ધ્યાન રાખવા અપીલ કરી છે. કડી શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક ના થાય તે માટે આડેધડ પાર્ક કરાતા વાહનો તેમજ જાહેર માર્ગો પર ગમેતેમ પાર્ક કરેલા વાહનોના માલિકોને જયાં ત્યાં પાર્કિગ ન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. નિયમોનો ભંગ કરનારા સામે ટ્રાફિક ભંગના નિયમ અનુસાર દંડનીય રકમ વસુલ કરવામાં આવશે તેમ જણાવ્યું છે.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

સાબરકાંઠા જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વિજય રથને લીલી ઝંડી અપાઈ

editor

ટ્રાફિક બ્રિગેડ-હોમગાર્ડ જવાન ચાલકોને રોકી દંડ વસૂલી ન શકે : ટ્રાફિક શાખાના જેસીપીનો મહત્વનો પરિપત્ર

aapnugujarat

औद्योगिक नीति-२०१५ के तहत ५१ सुक्ष्म, छोटे और मध्यम उद्योगपति सम्मानित होगे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1