Aapnu Gujarat
ગુજરાત

પાવીજેતપુરમાં ૩૫ લોકોને ક્વોરોનટાઈન કરાયા

પાવીજેતપુર નગરના મોટી બજારમાં ૨ કોરોના પોઝિટિવ કેસ આવતા ૬ મકાનમાં રહેતા ૩૫ માણસોને પતરા મારી ક્લસ્ટર કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે તેમજ આરોગ્યની ટીમ મોટી બજાર વિસ્તારમાં ફરી તબીબી તપાસ કરી રહી છે. પાવીજેતપુર તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વિકાસ રંજનના જણાવ્યા મુજબ મોટી બજારમાં રહેતા પ્રવિણાબેન મુકુંદભાઇ પંચાલ તેમજ શંકરભાઇ રમણભાઇ પંચાલ આ બંને વ્યક્તિઓના કોરોના પોઝિટિવ કેસ આવતા પ્રવિણાબહેનને છોટાઉદેપુર કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે શંકરભાઇ પંચાલને બોડેલી કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ બંનેની તબિયત એકંદરે સારી છે. પાવીજેતપુર નગરમાં મોટી બજારમાં બે કોરોના પોઝિટિવ કેસ આવતા આરોગ્યની ટીમ તેમજ મામલતદાર, પીએસઆઇ સ્થળ ઉપર પહોંચી જઈ તપાસ આરંભી હતી. કોરોના વાયરસનો ચેપ અન્યને ન લાગે તે હેતુસર સરકારના ધારાધોરણ મુજબ પતરા લગાવવાના હોય છે તે પ્રમાણે છ મકાનને કોર્ડન કરીને પતરા લગાવી ૩૫ લોકોને ક્લસ્ટર કવોરન્ટાઇન કરાવામાં આવ્યા છે. પાવીજેતપુર આરોગ્યની ટીમ દરેકની તપાસ કરી રહી છે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

વિરમગામ તાલુકા પંચાયતની ૧૫-થોરીથંભા બેઠક પર ભગવો લહેરાયો

aapnugujarat

राइड टूटने के मामले में पूर्व कॉर्पोरेटर के भाई, पुत्र सहित ६ लोगों के विरूद्ध शिकायत

aapnugujarat

બોટાદમાંથી બાયો ડિઝલના જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા

editor

Leave a Comment

UA-96247877-1