Aapnu Gujarat
ગુજરાત

બોટાદમાંથી બાયો ડિઝલના જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા

ઉમેશ ગોરાહવા, બોટાદ

અશોક કુમાર મહાનિરીક્ષક ભાવનગર વિભાગ, ભાવનગર નાઓ દ્વારા સુચના આપવામાં આવેલ કે ગે.કા.રીતે બાયોડીઝલનું વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદાકીય કાર્યવાહી કરવી.જે અન્વયે પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબ બોટાદનાઓની સુચના મુજબ તથા વિભાગીય પોલીસ અધિકારી રાજદિપસિંહ નકુમ નાઓના માર્ગદર્શન હેઠળ તા.૧૭/૦૭/૨૦૨૧ના રોજ એસ.ઓ.જી. શાખાના પો.ઇન્સ. શ્રી એચ.આર. ગોસ્વામી સાહેબ તથા હે.કો. ભગીરથભાઇ જોરૂભાઇ બોરીચા તથા હે.કોન્સ. હિતેષભાઇ તખતસંગભાઇ સોલંકી તથા હેડ કોન્સ.શીવરાજભાઇ નકુભાઇ ભોજક તથા વુ.પો.કોન્સ. ગાયત્રીબેન વસંતભાઇ જોષી એ રીતેના બાયોડીઝલ/જ્વલનશીલ પ્રવાહી અનધિકૃત વેચાણ કરનાર વિરૂધ્ધ કાર્યવાહી કરવા સારૂ બોટાદ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી રાહે હકિકતના આધારે બોટાદ પાળીયાદ રોડ બ્રાહ્મણ સોસાયટીમાં કોમન પ્લોટમાં બાયોડીઝલ રાખી વેચાણ થતુ હોવાની હકિકત આધારે સદરહું હકિકતવાળી જગ્યાએ રેઇડ કરતા બે ઇસમો હાજર મળી આવેલ જેમાં આરોપી (૧) જગુભાઇ જીલુભાઇ ખાચર જાતે.કાઠી દરબાર ઉ.વ.આ.૪૦ રહે.બોટાદ, ગાયત્રીનગર તા.જી.બોટાદ તથા (૨) થ્રીવ્હિલ ટેમ્પોનો ચાલક ધીરૂભાઇ લક્ષ્મણભાઇ લકુમ જાતે.દલવાડી ઉ.વ.આ.૪૨ રહે.બોટાદ ગાયત્રીનગર તા.જી.બોટાદવાળાઓના કબ્જા ભોગવટામાંથી જ્વલનશીલ પ્રવાહી (બાયોડીઝલ)નો જથ્થો કુલ લીટર-૧૨૦૦ કિ.રૂ. ૬૦,૦૦૦/ તથા મોટા ટાકા નંગ-૨ કિ.રૂ. ૩,૦૦૦/ તથા ઇલેક્ટ્રીક મોટર નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/ તથા થ્રીવ્હિલ ટેમ્પો રજી.નં. GJ 01 UU 7063 કિ.રૂ. ૫૦,૦૦૦/ તથા ટ્રાવેલ્સ રજી. નં. GJ 01 UU 7063 કિ.રૂ. ૫,૦૦,૦૦૦/ કુલ મુદ્દામાલ રૂ.૬,૧૮,૦૦૦/ નો રાખી મળી આવતા તમામ મુદામાલ કબ્જે કરી મજકુર બંને ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Related posts

શહેરા તાલુકાના ટેક્નોસેવી શિક્ષકોની તાલીમ યોજાઈ

editor

એસવીપી તેમજ વીએસના ૧૭ ડોક્ટર્સને ટીબીનું ઈન્ફેક્શન

aapnugujarat

મોદી લોકોને ભાવનાત્મકરીતે ગુમરાહ કરે છે : રાજીવ શુકલા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1