Aapnu Gujarat
ગુજરાત

ઉના અને થાન દલિત હત્યાકાંડ પછી કોડીનાર દલિત કાંડનો મામલો

મહેન્દ્ર ટાંક , ગીર- સોમનાથ

કોડીનાર ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ફાચરિયા ગામે વધુ એક ગુજરાત ની ગરીમાને કલંકિત કરતો બનાવ સામે આવ્યો છે. ઘટના ની હકીકત મુજબ મોજે ફાચરિયા ગામનો રહેવાસી સોસા ગિરીશભાઈ કાળાભાઈ જાતે અનુ. જાતિ ધંધો મજૂરીકામ પોતે સંતાનોમાં ચાર દીકરીઓ ધરાવે છે તેમજ છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવવા બાજુના વડનગર ગામમાં મજૂરી માટે જાય છે.

ઘટનાની હકીકત મુજબ તારીખ ૧૬/૭/૨૧ ના રોજ સમય રાત્રીના ૮:૦૦ કલાકે વડનગર થી પોતાના ઘરે ફાચરિયા જતા રસ્તામાં વડનગર ગામના માથાભારે શખ્સ નામે નંદા વાઢેર જાતે આહીર ઘણા સમયથી જાતિ વિષયક અપમાનિત કરીને દલીત પરિવારના ગરીબ અને લાચાર વ્યકિત ને જાહેરમાં અપમાનિત કરે છે. તેમજ વારંવાર મજૂરીના પૈસાની લૂંટ કરીને પોતે ગરીબ અને લાચાર દલિત સાથે મારકૂટ કરે છે, પણ ગીરીશભાઈ સોસા આર્થિક અને સામાજિક સ્થિતિ ખરાબ હોય કોઈ જ જાતનો પ્રતિકાર કરી શકતા નથી. પરિવારની સૂરક્ષા માટે સતત બાંધછોડ કરતા હોવા છતાં જોખમી હથિયારો સાથે કેટલાક ગામના લુખ્ખા તત્વો સાથે છરી અને ધોકાઓ વડે કેટલાક લોકોએ જાન લેવા હુમલો કર્યો તેમજ જાનથી મારી નાખવાની કોશિશ કરી અને જાતિ વિષયક અપશબ્દો બોલી અપમાનિત કરી ખુલ્લેઆમ કાયદાનું ઉલ્લંઘન કર્યુ છે.અમો અનુ. જાતિના વ્યક્તિ ને પરિવાર સાથે ગામ છોડવા પણ મજબૂર કર્યા છે હાલ ગીરીશભાઈ સોસા પોતાના પરિવાર સાથે જીવ બચાવવા કોડીનાર ખાતે આશરો લીધો છે. જયારે મારપીટ કરવામાં આવી ત્યારે ગિરીશ ભાઈ બેભાન થઇ જતા તેઓને કોડીનાર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે સ્થાનિક કોડીનાર પોલીસને જાણ તેમજ ફરિયાદ આપવામાં આવી છે. હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતા અમો ભયભીત સ્થિતિમાં પરિવાર સાથે કોડીનાર મુકામે રહીએ છીએ. જો આ બાબતે ગંભીરતા ન દાખવી તો ઉના અને થાન જેવા અત્યાચારની કે હત્યાની ઘટના બને તેવી ભીતિ હોવાની શક્યતા છે.સમગ્ર ગુજરાતના અનુ. જાતિ દલિત સમાજના આગેવાનો, સંગઠનો તેમજ સામાજિક સંસ્થાઓને તેમજ કાયદાને વ્યવસ્થાને પણ નમ્ર વિનતી કે દલિત પરિવારને ન્યાય આપવામાં આવે તેમજ રક્ષણ આપવામાં આવે.

Related posts

અમિત શાહ વિસ્તારદીઠ જુદા જુદા મતદાન મથકો પર પહોંચ્યા

aapnugujarat

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ, દસ નેતા ભાજપમાં જોડાયા

aapnugujarat

રાજ્યમાં ૧૩ ફેબ્રુઆરી સુધીમાં ૨૩ મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1