Aapnu Gujarat
ગુજરાત

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ, દસ નેતા ભાજપમાં જોડાયા

આગામી તારીખ ૧૭મીએ રાજ્યની ૭૫ નગરપાલિકા, બે જિલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતની ચૂંટણી યોજાનાર છે. ત્યારે અમદાવાદ જિલ્લા કોંગ્રસમાં ભંગાણ પડ્યાનાં સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. અમદાવાદ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મેરુભા ગોહિલ સહિતના દસ નેતાઓ ભાજપમાં જોડાઇ ગયા છે. તમને જણાવી દઇએ કે, કોંગ્રેસનાં આ નેતાઓ સાણંદ વિસ્તારનાં છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે જ અમદાવાદ જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. અમદાવાદ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મેરુભા ગોહિલ સહિતના દસ નેતાઓ તેમના ૨૫થી વઘુ કાર્યકરો સાથે મંગળવારે કમલમ ખાતે ભાજપમાં જોડાયા હતા. પ્રદેશ ભાજપ અઘ્યક્ષ જીતુ વાઘાણીના હસ્તે આ તમામને ખેસ પહેરાવી ભાજપમાં આવકારાયા હતા. સાણંદ વિસ્તારના આ નેતાઓ અને કાર્યકરો ચૂંટણીના થોડા દિવસ પૂર્વે જ કોંગ્રેસને અલવિદા કરી ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.તમને જણાવી દઇએ કે, આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના ઉમેદવારો નકકી કરવા માટે પ્રદેશ ભાજપ કારર્યાલય કમલમ ખાતે પ્રદેશના નેતાઓની બેઠક મળી હતી. મંગળવારે મળેલી આ બેઠકમાં સવારે મઘ્ય ગુજરાતની પાલિકાઓ, ખેડા જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતોના ઉમેદવારો માટે ચર્ચા કરવામાં આવી હતી. બપોરે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના શહેરો, તાલુકાઓ અને સાંજે ઉત્તર ગુજરાતની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારો માટે ચરર્ચા કરવામાં આવી હતી. હવે આગામી ગણતરીના દિવસોમાં ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દેવાશે.

Related posts

અમરેલી આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું

aapnugujarat

सीट वाइज लाइव वेब कास्टिंग करने के लिए तैयारी

aapnugujarat

છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદ શહેરમાં ૪૦૪૮ વૃક્ષોનું નિકંદન થયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1