Aapnu Gujarat
રાષ્ટ્રીય

વિરોધ પક્ષ મહિલા વિરોધી માનસિકતા ધરાવે છે : મોદી

ચોમાસુ સત્રની શરૂઆત ભારે હોબાળા સાથે થઈ છે. પહેલા લોકસભામાં વિપક્ષી દળોના નેતાઓએ વડાપ્રધાન મોદીના સંબોધનમાં અડચણ ઉભી કરી અને પછી રાજ્યસભામાં પણ તે જ સ્થિતિ રહી.
રાજ્યસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સદનમાં ઉપસ્થિત સદસ્યોના વર્તનને લઈ ભારે ટીકા કરી હતી. વડાપ્રધાને વિપક્ષની માનસિકતા મહિલા વિરોધી હોવાનું પણ જણાવ્યું હતું.
વડાપ્રધાને રાજ્યસભાને સંબોધિત કરતા કહ્યું કે, આજે જ્યારે દેશના ખેડૂત પરિવારના બાળકો મંત્રી બને છે અને સદનમાં તેમનો પરિચય આપવામાં આવે છે તો કેટલાક લોકોને ખૂબ પીડા થઈ રહી છે. આ સદનમાં મંત્રી બનેલી મહિલાઓનો પરિચય થઈ રહ્યો છે તો એ કઈ મહિલા વિરોધી માનસિકતા છે જેના કારણે સદનમાં તેમનું નામ સાંભળવા પણ તૈયાર નથી.
વધુમાં કહ્યું કે, એવી કઈ માનસિકતા છે જે દલિતો, આદિવાસીઓ, ખેડૂતના દીકરાનું ગૌરવ કરવા તૈયાર નથી? સદને પહેલી વખત આ પ્રકારની માનસિકતા જાેઈ છે.
લોકસભામાં ભારે હંગામા વચ્ચે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ખુશીની વાત એ છે કે કેટલાક દલિત ભાઈ મંત્રી બન્યા છે. અમારા અનેક મંત્રી ગ્રામીણ વિસ્તારના છે પરંતુ કેટલાક લોકોને તે અનુકૂળ નથી આવી રહ્યું. હું વિચારી રહ્યો હતો કે આજે સદનમાં ઉત્સાહનું વાતાવરણ હશે કારણ કે બહુ મોટી સંખ્યામાં અમારી મહિલા સાંસદ, દલિત ભાઈ, આદિવાસી, ખેડૂત પરિવારના સાંસદોને મંત્રી પરિષદમાં તક મળી. તેમનો પરિચય કરાવીને આનંદ મળત.

Related posts

२ अक्टूबर को रेल में नहीं परोसा जाएगा नॉनवेज

aapnugujarat

झारखंड में वज्रपात से 10 लोगों की मौत

aapnugujarat

૨૦૨૨ ચૂંટણીમાં કેપ્ટનને યથાવત્‌ રાખવા પર કોંગ્રેસ હાઇકમાન્ડની લીલીઝંડી

editor

Leave a Comment

UA-96247877-1