Aapnu Gujarat
ગુજરાત

શહેરા તાલુકાના ટેક્નોસેવી શિક્ષકોની તાલીમ યોજાઈ

શહેરા તાલુકાના પ્રાથમિક શાળાના ૧૫૬૬ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ૨૭૦ જેટલા શિક્ષકો, આચાર્યો, એચટીએટ વગેરે વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરતા થાય અને શહેરા તાલુકાના ૬૫૦૦૦ હજાર જેટલા વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ઠ ટેકનોલોજીનું માર્ગદર્શન આપે તે હેતુથી ૨૨ ક્લસ્ટરમાંથી ટેકનોસેવી શિક્ષકો અને સી.આર.સી.કો.ઓર્ડીનેટરોની તાલીમ બી.આર.સી.ભવન શહેરા ખાતે રાખવામાં આવી હતી જેમાં ગોવિંદ મહેરાએ માઈક્રોસોફ્ટ ટીમ એપના માધ્યમથી ટીમ એક્ટીવ કરવી, લિંક બનાવવી, શેરિંગ કરવી, ફોટો, વિડિયો અને સ્ક્રીન શેર, અસાઈમેન્ટ આપવા અને લેવા, વાઈટ બોર્ડ, ઈ-કન્ટેન્ટ, ટેક્સબુક અને ગુગલ ફોર્મ કેવી રીતે બનાવવું, સર્ટિફિકેટ કેવી રીતે અપલોડ કરી મેળવવું અને ગુણ કેવી રીતે આપવા વગેરે સંદર્ભે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. દીપક પંચાલે ગુગલ વર્ડ, ગુગલ સ્પ્રેડ શીટ, ગુગલ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન અને અન્ય ટેક્નિકલ ઇન્ફોર્મેશન આપી હતી જેમાં વિવિધ ટુલ્સ સંદર્ભે સમજાવતા ગુજરાતી ઈન્ડિક ભાષામાં કેવી રીતે લખવું, કલર એડ કરવા, ફોટો એડ કરવા, લખાણને લેફ્ટ, સેન્ટર, રાઈટ અને જસ્ટિફાય કેવી કરવું, બોલ્ડ, ઈટાલિક અને અંડર લાઈન, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં સ્લાઈડને એનિમેશન આપવું વગેરે બાબતે ઉત્કૃષ્ઠ માર્ગદર્શન આપ્યું હતું. બી. આર. સી. શહેરા ડૉ. કલ્પેશ આર.પરમારે તમામ ટેક્નોસેવી શિક્ષકોને ટેકનોલોજી સંદર્ભે તાલિમ દરમિયાન મેળવેલ માર્ગદર્શન બાબતે વિવિધ પ્રશ્નોત્તરી કરીને ક્રોસ વેરીફીકેશન કરી ઉત્તમ ટેકનોલોજીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આગામી દિવસોમાં આ ટેક્નોસેવી શિક્ષકો દ્વારા શહેરા તાલુકાના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને વધુ ટેકનોલોજીનું માર્ગદર્શન મળે તે હેતુથી તાલીમ આયોજન કરવામાં આવ્યું છે જેથી વિકસતા વિશ્વમાં શહેરા તાલુકાના તમામ શિક્ષકો અને બાળકો ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરી અગ્રેસર રહી ખૂબ પ્રગતિ કરે તેવા પ્રયત્નો કરી શહેરા તાલુકાના તમામ બાળકોને આ કોરોના મહામારીના સમયે સલામતી, સુરક્ષા અને ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ. કલ્પેશ આર.પરમાર અને તેમની સમગ્ર શિક્ષા અભિયાન શહેરાની ટીમ અને શહેરા શિક્ષણ પરીવાર પ્રયત્નશીલ રહેશે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અને નિયામક મંડળના સભ્યોનો સન્માન સમારોહ

editor

बिजल पटेल ने खाली किया मेयर हाउस

editor

ગુજરાત ચૂંટણી : શરાબની દુકાનો બંધ કરવાના હુકમો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1