Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત ચૂંટણી : શરાબની દુકાનો બંધ કરવાના હુકમો

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાને લઇને ચૂંટણી પ્રચારનો અંત આવ્યો છે. બીજી બાજુ નવમી ડિસેમ્બરના દિવસે યોજાનાર પ્રથમ તબક્કાના મતદાન પહેલા અને મતદાન દરમિયાન કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવાના હેતુથી લાયસન્સ ધરાવતી શરાબની દુકાનોને પણ બંધ રાખવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. બન્ને ચૂંટણી તારીખના બે દિવસ પહેલા સુધી શરાબની દુકાનોને બંધ રાખવા માટેનો આદેશ જારી કરવામાં આવ્યો છે. મતદાનના તારીખના બે દિવસ પહેલાથી મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી દુકાનોને બંધ રાખવા માટેના આદેશ જારી કરવામાં આવ્યા છે. મતગણતરીની તારીખના દિવસે પણ લાયસન્સ ધરાવતી શરાબની દુકાનોને બંધ રાખવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. એડિશનલ ડીજીપી (કાયદો અથવા વ્યવસ્થા) મોહન ઝાએ કહ્યુ છે કે શરાબની દુકાનો બુધવારથી બંધ કરી દેવામાં આવી છે અને નવમી ડિસેમ્બરના દિવસ સુધી બંધ રહેશે. આવી જ રીતે ૧૪મી ડિસેમ્બરના દિવસે બીજા તબક્કાના મતદાન પહેલા લાયસન્સ ધરાવતી શરાબની દુકાનો ૧૨મી ડિસેમ્બરે સાંજે પાંચ વાગેથી બંધ થશે અને ૧૪મી ડિસેમ્બર સુધી બંધ રહેશે. પોલીસ અધિકારીઓએ કહ્યુ છે કે ચૂંટણી દરમિયાન શરાબના પ્રવાહ પર અંકુશ મુકવા માટે અનેક પગલા લેવામાં આવી ચુક્યા છે. ૧૪મી ડિસેમ્બરના દિવસે બીજા તબક્કામાં મતદાન યોજનાર છે. જેના ભાગરૂપે ૧૨મીથી શરાબની દુકાનોને બંધ કરી દેવામાં આવનાર છે. તમામ વિશ્વસનીય સુત્રો અને સત્તાવાર આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં લાયસન્સ ધરાવતી શરાબની ૫૨ શોપ છે. ગુજરાતમાં ૭૦,૦૦૦ શરાબ પરવાનગી ધારકો રહેલા છે.
ચૂંટણી પંચ દ્વારા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે મતદાનની ખાતરી કરવા માટે જુદા જુદા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે અસમાજિક તત્વોની સામે પણ પગલા લેવામાં આવી રહ્યા છે.

Related posts

કોંગ્રેસમાં એક સાંધો ત્યાં ૧૩ તૂટે જેવો ઘાટ

aapnugujarat

મુખ્યમંત્રી રૂપાણીએ ૬૦ લાખ જેટલા વરિષ્ઠ વડીલોને રસી લેવા કરી અપીલ

editor

લખતરમાં સો વર્ષથી ભવાઈનું આયોજન કરતું ચામુંડા ભવાઈ મંડળ

editor

Leave a Comment

UA-96247877-1