Aapnu Gujarat
રાષ્ટ્રીય

ત્રિપલ તલાક, અયોધ્યા મુદ્દે કોંગીને ભીંસમાં લેવા તૈયારી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને જાણીતા વકીલ કપિલ સિબ્બલે રામ જન્મભૂમિ મુદ્દા પર નિવેદન કરીને કોંગ્રેસ પાર્ટી માટે નવી સમસ્યા ઉભી કરી દીધી છે. આના કારણે હિન્દુત્વના આધાર પર ચૂંટણીમાં ધ્રુવીકરણના ભાજપના ફંદાથી બચવાના કોંગ્રેસના પ્રયાસોને મોટો ફટકો પડી શકે છે. ભાજપે કપિલ સિબ્બલના નિવેદન બાદ રામ મંદિરનો મુદ્દો પકડી લીધો છે. ભાજપે હવે ગુજરાત ચૂંટણીની ચર્ચાને વધુ નવી ગતિ આપી દીધી છે. ભાજપે આ મુદ્દા ઉપર વધુ ચર્ચા છેડી દીધી છે. ૨૦૧૪ લોકસભાની ચૂંટણીમાં અને આ વર્ષની શરૂઆતમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની આ મુદ્દાના કારણે ફાયદો થયો હતો. પાર્ટીએ બિહાર ચૂંટણીમાં પણ આનો જ લાભ લીધો હતો પરંતુ આરજેડી અને જેડીયુના જાતિય સમીકરણને તોડવામાં ભાજપને સફળતા હાથ લાગી નહતી. મોદીએ અંદાજ મુજબ રામ મંદિરના મુદ્દા ઉપર કોંગ્રેસને પ્રશ્નો કર્યા હતા અને વિપક્ષને આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે કહ્યું હતું. ભાજપ મોદીને હંમેશા હિન્દુ લોકોના મુખ્ય લીડર તરીકે રજૂ કરે છે. ભાજપના પ્રવક્તા રાવે આ સમગ્ર મામલામાં બાબરનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ ગઇકાલે પ્રચાર દરમિયાન ત્રિપલ તલાકનો મુદ્દો ઉઠાવીને કોંગ્રેસની મુશ્કેલી વધારવાના પ્રયાસ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, મુસ્લિમ મહિલાઓના હિતમાં ભાજપ સરકાર વાત કરી રહી છે. આ મુદ્દાનો મુખ્ય ઉદ્દેશ્ય મતદારોના ધ્રુવીકરણનો રહ્યો છે. ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં પણ જોરદારરીતે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ભાજપને આશા હતી કે, બાબરી મસ્જિદ વિવાદની દરરોજ સુનાવણી થશે અને ગુજરાત ચૂંટણી દરમિયાન આ મુદ્દાનો લાભ લઇ શકાશે. પરંતુ આ મામલાની સુનાવણી ફેબ્રુઆરી સુધી ટાળી દેવાઈ છે.

Related posts

જમ્મુ-કાશ્મીરમાં ૭ આતંકવાદીઓ ઢેર

editor

પાક.માં દેશના હાઈકમિશનર બિસારિયાને પાછા બોલાવ્યા

aapnugujarat

વડાપ્રધાન મોદી પહેલી ઓગસ્ટે પૂરગ્રસ્ત આસામની મુલાકાત લેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1