Aapnu Gujarat
ગુજરાત

આદિવાસી લોકોમાં કોંગીની લોકપ્રિયતા અકબંધ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન આડે હવે ગણતરીના કલાકો રહ્યા છે ત્યારે જુદા જુદા સમુદાયને લઇને ભાજપ અને કોંગ્રેસ દ્વારા ગણતરી કરવામાં આવી રહી છે. ગુજરાતના આદિવાસી સમુદાયના મતદારોમાં કોંગ્રેસની લોકપ્રિયતા હમેંશા વધારે રહી છે. વર્ષ ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીના પરિણામની વાત કરવામાં આવે તો ભાજપને ૩૯.૭૭ ટકા મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસ પાર્ટીને વર્ષ ૨૦૧૨માં આદિવાસીમાં ૪૫.૭૩ ટકા મત મળ્યા હતા. આવી જ રીતે અન્ય પાર્ટીના મતદારોને ૧૪.૫ ટકા મત મળ્યા હતા. વર્ષ ૨૦૭ની ચૂંટણીની વાત કરવામાં આવે તો તે વર્ષે ભાજપને ૪૦.૫૫ ટકા મત મળ્યા હતા. આવી જ રીતે કોંગ્રેસ પાર્ટીને ૪૩.૮૨ ટકા મત મળ્યા હતા. વર્ષ ૨૦૦૨માં પ્રથમ વખત ભાજપે જોરદાર દેખાવ કરીને આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસ કરતા સારો દેખાવ કરીને તમામને ચોંકાવી દીધા હતા. વર્ષ ૨૦૦૨માં ભાજપને આદિવાસી વિસ્તારોમાં ૪૦.૬૫ ટકા અને કોંગ્રેસને ૩૭.૬૨ ટકા મત મળ્યા હતા. અન્યોને પણ મોટા ભાગે સારા મત મળ્યા હતા. વર્ષ ૨૦૦૨ બાદથી કોંગ્રેસ પાર્ટીએ આદિવાસી વિસ્તારોમાં પોતાના ગઢને જાળવી રાખવામાં સફળતા મેળવી છે. અનુસુચિત જનજાતિના સમુદાયમાં કોંગ્રેસની સ્થિતી મજબુત રહી છે. વર્ષ ૨૦૧૨માં કુલ ૨૭ સીટો પૈકી ૧૬માં જીત મેળવી લીધી હતી. મતહિસ્સેદારીની વાત કરવામાં આવે તો કપરાડામાં સૌથી વધારે મત કોંગ્રેસ પાર્ટીને ૯૪.૭૭ ટકા મત મળ્યા હતા. ધરમપુર, ડેડિયાપાડા, ડાંગ, મહુવા, વ્યારા, નિઝર માંડવીમાં પણ કોંગ્રેસની સારી સ્થિતી રહી હતી.

Related posts

આયુષ્યમાન ભારતમાં પ્રતિ પરિવાર ૨૦૦૦નું પ્રિમિયમ

aapnugujarat

અનલૉક-૪ : રાજ્ય સરકારે બહાર પાડી ગાઇડલાઇન્સ

editor

લોકરક્ષક પરીક્ષાના પેપરની પ્રિન્ટીંગ એજન્સીને બદલાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1