Aapnu Gujarat
ગુજરાત

૨૦૧૨માં સૌરાષ્ટ્ર-કચ્છની ૫૪ પૈકી ૩૮ ભાજપે જીતી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે નવમી ડિસેમ્બરના દિવસે મતદાન થનાર છે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છની કુલ ૫૪ સીટ અને દક્ષિણ ગુજરાતની કુલ ૩૫ સીટ પર મતદાન યોજનાર છે. ભાજપ અને કોંગ્રેસ માટે આ બન્ને વિસ્તારો ખુબ મહત્વપૂર્ણ છે. આ વખતે ભારતીય જનતા પાર્ટી સામે વધુ પડકારો દેખાઇ રહ્યા છે. કારણ કે જુદા જુદા પરિબળો રહેલા છે. જેમાં પાટીદાર આંદોલન પરિબળનો પણ સમાવેશ થાય છે.છેલ્લે વર્ષ ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જોરદાર દેખાવ આ બન્ને વિસ્તારોમાં કર્યો હતો. વર્ષ ૨૦૧૨ના દેખાવની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર-કચ્છમાં વર્ષ ૨૦૧૨માં ૫૪ સીટ પૈકી ભાજપે ૩૮ સીટ જીતીને ફરી એકવાર જોરદાર સપાટો બોલાવ્યો હતો. આવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ ભાજપે જોરદાર દેખાવ કર્યો હતો. દક્ષિણ ગુજરાતમાં કુલ ૩૫ સીટ પૈકી ભાજપે ૨૮ બેઠકો જીતી હતી. બન્ને વિસ્તારોમાં ભાજપને મળીને ૬૬ સીટ પર કબજો મેળવી લીધી હતો. આ વખતે તેની સાથે આ તમામ વિસ્તારોમાં અનેક તકલીફ દેખાઇ રહી છે.
નોટબંધી, જીએસટી અને પાટીદાર આંદોલન જેવા પરિબળો તેની સામે રહેલા છે. આ તમામ પરિબળોની અસર ચોક્કસપણે થઇ શકે છે. જેના કારણે ભાજપને આ વિસ્તારોમાં નુકસાનની શક્યતા દેખાઇ રહી છે. કોંગ્રેસ પાર્ટીને વર્ષ ૨૦૧૨માં ૫૪ પૈકી સૌરાષ્ટ્ર-કચ્છમાં ૧૩ સીટ મળી હતી. દક્ષિણ ગુજરાતમાં ૩૫ પૈકી માત્ર સાત સીટોથી સંતોષ માનવાની ફરજ પડી હતી. કોંગ્રેસ પાર્ટીએ તમામ તાકાત લગાવી છે. નોટબંધી, જીએસટી, પાટીદાર આંદોલનથી કોંગ્રેસને ફાયદો થઇ શકે છે.

Related posts

વડોદરા શહેરમાં બ્લુ વ્હેલ ગેમ /બ્લુ વ્હેલ ચેલેન્જ પર પ્રતિબંધ

aapnugujarat

Political anxiety rises in Gujarat ahead of 4 seats Rajya Sabha polls

editor

धनजी उर्फ ढबुडी माता पुलिस समक्ष पेश हुआ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1