Aapnu Gujarat
રાષ્ટ્રીય

રશિયા બે અઠવાડિયામાં દુનિયાની પ્રથમ કોરોના વેક્સિનને મંજૂરી આપે તેવી શક્યતા

કોરોના મહામારીએ દુનિયાની આર્થિક અને સામાજિક રીતે કમર તોડીને રાખી દીધી છે. આ સમયે દરેક લોકોને કોરોનાની વેક્સીન આવવાની રાહ છે. આ વચ્ચે રશિયાથી મહત્વના સમાચાર આવ્યાં છે. રશિયા બે અઠવાડિયાથી ઓછા સમયમાં દુનિયાની પહેલી કોરોના વેક્સીનની મંજૂરી આપી શકે છે. આ જાણકારી સીએનએનએ પોતાના રિપોર્ટમાં આપી છે. રશિયાના અધિકારીઓએ સીએનએનને જણાવ્યું કે તેઓ વેક્સીનની મંજૂરી માટે ૧૦ ઓગસ્ટ અથવા તે પહેલાની તારીખ પર કાટ્ઠમ કરી રહ્યાં છે. આ વેક્સીનને મોસ્કોમાં આવેલા ગમલેયા ઇન્સ્ટીટયૂટ દ્વારા બનાવામાં આવી છે.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર વેક્સીનને પબ્લિક વપરાશ માટે મંજૂરી આપવામાં આવશે. ફ્રંટલાઇન આરોગ્ય વર્કર્સોને આ પહેલા મળી જશે. પરંતુ રશિયાએ હજુ સુધી વેક્સીનની ટ્રાયલનો કોઇ ડેટા જારી કર્યો નથી.
આ કારણે તેની પ્રભાવશીલતા અંગે કોઇ ટિપ્પણી કરી શકાય નહીં. ટીકાકારોનું કહેવું છે કે જલ્દી વેક્સીન લાવવાનું રાજકીય દબાણ છે, જે રશિયાને એક વૈશ્વિક વૈજ્ઞાનિક શક્તિ તરીકે દર્શાવવા માટે ઉત્સુક છે. એ સિવાય વેક્સીનના અધૂરા હ્યૂમન ટ્રાયલ પર પણ સવાલ ઉઠી રહ્યાં છે.
દુનિયામાં હાલમાં ઘણી જગ્યાએ વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. કેટલાંક દેશોમાં વેક્સીનનું ટ્રાયલ ત્રીજા તબક્કામાં છે, રશીયાની વેક્સીનને પોતાનો બીજો તબક્કો પુરો કરવાનો બાકી છે. ડેવલપરે ૩ ઓગસ્ટ સુધી આ તબક્કાને પુરો કરવાની યોજના બનાવી છે, ત્યાર બાદ ત્રીજા તબક્કાનું પરીક્ષણ શરૂ કરવામાં આવશે.

Related posts

चैम्पियन के पार्टी से निष्कासित मामले में हरक सिंह रावत ने साधी चुप्पी

aapnugujarat

જગમોહન રેડ્ડીને ભાજપમાં સામેલ થવા સૂચન આઠવલેનું સૂચન

aapnugujarat

नक्सली हिंसा में ४३ फीसदी की कमी आई हैं : सरकार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1