Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

કોરોના વાયરસ સીઝનલ નથી : WHO

કોરોના વાયરસ પર ડબલ્યુએચઓએ એકવાર ફરી લોકોને ચેતવ્યા છે. ડબલ્યુએચઓનું કહેવું છે કે લોકોએ કોઇપણ પ્રકારનાં ભ્રમમાં ના રહેવું જોઇએ કે કોરોના વાયરસ એક મોસમી બીમારી છે જે ઋતુ બદલાતા ઓછી થઈ જશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની પ્રવક્તા માર્ગરેટ હૈરિસે એક વર્ચ્યુઅલ બ્રીફિંગમાં કહ્યું કે કોરોના વાયરસ મહામારી એક મોટી લહેર છે. હૈરિસે ઉત્તર ગોળાર્ધમાં ગરમીનાં હવામાનમાં આ વાયરસને લઇને કોઈપણ પ્રકારની લાપરવાહી ના કરવાની ચેતવણી આપી છે.
હૈરિસે કહ્યું કે, કોરોના વાયરસ કોઈ સામાન્ય ઇન્ફ્લૂએન્ઝા જેવો નથી જે ઋતુ બદલવાની સાથે ઓછો થઈ જાય. ડબલ્યુએચઓનાં અધિકારીઓએ હોંગકોંગમાં ફરીવાર કોવિડ-૧૯નાં વધી રહેલા કેસોને લઇને પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આ વાયરસ માણસોનાં નિયંત્રણની બહાર છે, જો કે આપણે એક સાથે મળીને આને ફેલાતો રોકી શકીએ છીએ. હૈરિસે કહ્યું કે, આપણે અત્યારે કોરોના વાયરસની પહેલી લહેરનો સામનો કરી રહ્યા છીએ. આ એક મોટી લહેર બનવાની છે જે ઉપર-નીચે જઇ રહી છે, પરંતુ સૌથી સારી વાત એ છે કે આપણે આ કર્વને ફ્લેટ કરી શકીએ છીએ.
ગરમીનાં હવામાનમાં અમેરિકામાં કોરોનાનાં વધતા કેસોની તરફ ઇશારો કરતા હૈરિસે કહ્યું કે, આપણે વધારે સતર્ક અને સુરક્ષાનાં નિયમોનું પાલન કરવાની જરૂરિયાત છે. તેમણે લોકોને એક સાથે ભેગા ના થવાની પણ ચેતવણી આપી છે. હૈરિસે કહ્યું કે, લોકો અત્યારે પણ આને મોસમી બીમારી તરીકે જોઇ રહ્યા છે. આપણે બધાએ એ સમજવાની જરૂર છે કે આ એક નવો વાયરસ છે, જે અલગ રીતે વ્યવહાર કરી રહ્યો છે અને આ વાયરસ દરેક મોસમમાં રહેવાનો છે.
જો તમને પહેલાથી જ શ્વાસ લેવાની બીમારી છે તો તમારા સ્વાસ્થ્ય માટે વધારે ખતરનાક થઈ શકે છે.

Related posts

અમેરિકા સાથે ભારતના ઉષ્માભર્યા સંબંધોનાં વિનાશકારી પરિણામો આવશે : ચીન

aapnugujarat

ઇરાનથી તેલની આયાતમાં ઘટાડો કરવા ભારત તૈયાર

aapnugujarat

હવે યુક્રેનની દરેક મહિલા રશિયા સામે યુદ્ધના મેદાનમાં ઉતરશે : ઝેલેન્સકી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1