Aapnu Gujarat
ગુજરાત

કડી દારૂકાંડનો આરોપી હેડ કોન્સ્ટેબલ ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલાયો

ગુજરાતમાં બહુચર્ચિત કડી દારૂકાંડમાં બે માસ કરતા અધિક સમય વીતવા છતાં આરોપીઓની ધરપકડ નહીં થતાં તપાસ કરનાર ટીમ સામે સવાલો પેદા થતા આરોપી હેડ કોન્સ્ટેબલની તેના ગામમાંથી ધરપકડ કરવામા આવી હતી. લોકડાઉનના સમયગાળામાં કડી પોલીસ મથકમાં ફરજ બજાવતા કર્મચારીઓએ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાનું બુટલેગરો સાથે વેચાણ કરતા હોવાનું ખુલ્યું હતું જેમાં પોલીસ દ્વારા પુરાવાનો નાશ કરવા માટે દારૂનો કેટલોક જથ્થો નર્મદા કેનાલમાં નાંખી દેવામાં આવ્યો હતો પરંતુ તપાસ કરતી ટીમે નર્મદા કેનાલમાંથી કેટલોક દારૂનો જથ્થો બહાર કાઢ્યો હતો. આ દારૂકાંડમાં કડી પોલીસ મથકના પી.આઈ.ઓ.એમ.દેસાઈ, બે પી.એસ.આઈ. સહિત નવ લોકો સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો.
દારૂકાંડમાં બે મહિના કરતા વધુ સમય વીતી ગયો હોવા છતાં એક પણ આરોપીની ધરપકડ નહિ થતા ભીનું સંકેલાઈ જવાની શંકાઓ થઈ રહી હતી ત્યાં સાબરકાંઠાના કાપસો ગામમાંથી આરોપી હેડ કોન્સ્ટેબલ હિતેશ પટેલની ગાંધીનગર એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આરોપીનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવતા તેને કોર્ટમાં હાજર કરાયો હતો જ્યાં કોર્ટે તેને ૩ દિવસ ના રિમાન્ડ પર મોકલી આપ્યો હતો. સમગ્ર કેસની તપાસ ગાંધીનગર ડીવાયએસપીની અધ્યક્ષતામાં ‘સીટ’ની ટીમ કરી રહી છે.
(અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

ગોધરા ખાતે રાજીવ ગાંધીની પુણ્યતીથી નિમીત્તે કોંગ્રેસે શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ

editor

શિવરાજપુર ખાતે વન્યપ્રાણી સપ્તાહ નિમિત્તે બાઇક રેલીનું આયોજન

editor

સાવલી તાલુકા પંચાયતની ૨૨-વાંકાનેર બેઠકની પેટા ચૂંટણી તા.૧૧ જુને યોજાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1